હાલોલ,
ગોધરા એસ.ટી.ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા રૂગભાઈ જોબનભાઈ ગોધરાથી લોકલ બસ લઈ વડોદરા જતા હતા. તે બસમાં 35 જેટલા મુસાફરો બેઠા હતા. બસ ચાલકની બસ ચલાવવા બાબતે વર્તન બરાબર ન હોવાથી અને બસને જોખમી અને ગફલતભરી હંકારતા બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. બસ ચાલક બસને જેમ તેમ રીતે હાલોલ બસ સ્ટેન્ડ ખાતે લાવતા બસમાં સવાર મુસાફરો તેમજ બસના કંડકટરે બસ ચાલક વિશે હાલોલ ડેપો તેમજ ગોધરા ડેપોમમાં જાણ કરતા હાલોલ ડેપો ઉપર ફરજ બજાવતા અધિકારીએ બસ ચાલકને બ્રિથ એનલાઈઝર મશીનથી ચેક કરતા બસ ચાલક નશો કરેલ હાલતમાં જણાઈ આવતા ફરીથી આવો કોઈ બનાવ ન બને અને ચાલકને શિક્ષા થાય તે માટે એસ.ટી.અધિકારીએ તે બસના ચાલક સામે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોેંધાવતા પોલીસે તેની અટકાયત કરી .કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે એસ.ટી.વિભાગ દ્વારા એસ.ટી.ચાલકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.