કાલોલ,
કાલોલ શહેરના બોરૂ રોડ પર આવેલી ઈનોકસ કં5નીના એક શેડમાં કોઈ કારણોસર લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ આગમાં કોઈ જાનહાનિ નહિ થતાં સોૈએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
કાલોલના બોરૂ રોડ પર આવેલ ઈનોકસ ઈન્ડિયા કંપનીમમાં યુનિટ-3ના બેક શેડમાં આગ લાગતા એકાએક ધુમાડાના ગોટે ગોટા સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીના આ વેસ્ટેજ સ્ટોરમાં થિનર અને કલરના જવલનશીલ પ્રવાહીનો વેસ્ટ અને પુઠા સહિતનો સ્ટોક હોવાથી થોડા સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. આગને કારણે સવારની પાળીમાં આવતા કામદારોને ગેટ ઉપર જ રોકી રાખ્યા હતા. તથા આગની જાણ કાલોલ, હાલોલ તથા ગોધરા પાલિકાના ફાયર વિભાગને કરતા ફાયરના લશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. કયાં કારણોસર આ આગ લાગી તે અંગેનુ કારણ હજુ જાણી શકાયુ નથી. જયારે કં5ની પાસે પોતાનુ કોઈ ફાયર ફાઈટર નહિ હોવાની ચર્ચાઓ જાગી હતી અને સાથે કંપનીમાં એમ્બ્યુલન્સની સેવા પણ નહિ હોવાની વિગતો સામે આવી હતી.