જિનિવા,
ચીન સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે ભારતે પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને ફરી પોતાની નીતિ સ્પષ્ટ કરી છે.સંયુક્ત મહાસભાના વિશેષ શસ્ત્રમાં ભારતે પોતાની પરમાણુ હથિયારોનો પહેલો ઉપયોગ નહી કરવાની નીતિ દોહરાવી હતી.ભારતે કહૃાુ હતુ કે, અમે નો ફર્સ્ટ યુઝની પોલીસી પર કાયમ છીએ અને જે દેશ પાસે પરમાણુ હથિયારો નથી તેની સામે ભારત ક્યારેય પરમાણુ હથિયારોનો પ્રયોગ નહીં કરે.
ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ મંત્રી રાજનાથિંસહે તાજેતરમાં કહૃાુ હતુ કે, અત્યાર સુધી ભારતની નીતિ પરમાણુ હથિયારોનો પહેલો ઉપયોગ કરવાની નથી રહી પણ ભવિષ્યમાં શું થશે તે પરિસ્થિતિ પર આધાર રાખે છે.ચીન સાથેના તનાવ વચ્ચે રાજનાથિંસહના નિવેદનથઈ અનેક અટકળો વહેતી થઈ હતી પણ યુનાઈટેડ નેશન્સમાં ભારતના નિવેદન બાદ સ્થિતિ સાફ થઈ ગઈ છે.
જોકે ભારતનુ પાડોશી દેશ પાકિસ્તાન આવી નીતિમાં માનતુ નથી.તેના નેતાઓ અનેક વખત કહી ચુક્યા છે કે, પાકિસ્તાન જરુર પડી તો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા ખચકાશે નહીં.ઈમરાનના મંત્રી શેખ રશીદે તાજેતરમાં આવી ધમકી આપી હતી.
ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ આ સત્રમાં કહૃાુ હતુ કે, દુનિયાને પરમાણુ હથિયારોથી મુક્ત કરવાની પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરવામાં આવે તો જ તેનો અર્થ સરશે.આ માટે પરમાણુ સંપન્ન દેશો વચ્ચે પહેલા વિશ્ર્વાસ ઉભો કરવો પડશે અને આ માટે વૈશ્ર્વિસ સંકલ્પ લેવો પડશે.ભારત પરમાણુ હથિયારોની નાબૂદી માટે અને ભેદભાવ વગર આખી દુનિયામાં પરમાણુ નિ:શસ્ત્રીકરણ થાય તે માટે કટિબધ્ધ છે.