ગુજરાતમાં જી ૨૦ દેશોના બેઠકો પરિષદોનું આયોજન, કેવીડિયા અને કચ્છના ઘોરડો ખાતે પણ બેઠક

ગાંધીનગર,

ભારત આ વર્ષે યોજનારા જી ૨૦ દેશોની અધ્યક્ષતા કરી રહ્યુ છે. જે અંતર્ગત દેશભરના શહેરોમાં તૈયારી કરવામાં આવી રહી છે.જી ૨૦ ની ૧૦ જેટલી પરિષદો ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં યોજાશે જ્યારે બે અમદાવાદ ખાતે યોજાશે. આ સિવાય સુરત, ઘોરડો, કેવીડિયા ત્રણ જી ૨૦ ની મંત્રીઓ સ્તારની પરિષદો યાજાશે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ખાતે ૨૨ થી ૨૪ જાન્યુઆરી દરમિયાન પરીષદ યોજાશે. આ પરીષદમાં જી૨૦ દેશનો વેપારીક બાબતો ચર્ચાશે. શહેરી વિકાસ અને સંબધીત પ્રશ્ર્નો અંગે બે મીટિંગનું આયોજન અમદાવાદમાં થશે. જેમા પ્રંરભિક મિટિગ ૯ થી ૧૦ ફ્રેબ્રુઆરી દરમિયાન યોજાશે. અને એ પછી ૨૯ થઈ ૩૦ મે દરમિયાન અર્બન સમિટ યોજાશે. ટુરિઝમ વિષ પર કચ્છના ઘોરડો ખાતે ૯ થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. એ જ તારીખમાં અમદાવાદ ખાતે વિકાસ પ્રશ્ર્નો અંગે પ્રરંભિક મીટિગ થશે. બીજી બીઝનેશ મીટિંગ સુરત ખાતે ૧૩ થઈ ૧૪ માર્ચ દરમિયાન યોજાશે.

સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે કેવડીયા એક્તાનગર ખાતે વ્યપાર મૂડરોકાણ સંદર્ભ ૧૯ થી ૨૧ જૂન દરમિયાન બેઠક યોજાશે. માર્ચ મહિનામાં ગાંધીનગરમાં પ્રયાવરણ ક્લાઇમેટ ચેન્જની બેઠક ૨૯-૨૮-૨૯ મર્ચ દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત બેઠક ૩૦ માર્ચથી ૧ એપ્રિલ સુધી ઉર્જા અંગે બેઠકી ૨ થી ૪ એપ્રિલ દરમિયાન આર્થિક બાબતો અને જી ૨૦ દેશોની સેન્ટ્રલ બેન્ક સંબંધીત બેઠકો ૨૧ થી ૨૩ જુલાઇ દરમિયાન આરોગ્ય વકગ ગ્રુપની બેઠક ૨ થી ૩ ઓગસ્ટ દરમિયા તેમ જ છેલ્લે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ આર્કિટેક્ચર વર્કિંગ ગ્રુપની મીટીગ ૨૯-૩૦ દરમિયાન મળશે.