ચાઇનીઝ દોરી પર અમદાવાદના વિવિધ વિસ્તારોમાથી ૧૭૦ લોકો સામે કાર્યવાહી

અમદાવાદ,

ઉતરાયણના પર્વ પર લોકો ચાઇનીઝ દોરાથી પતંક ચગાવતા હોવાથી ઘણા લોકો તેના લીધે ઇજાગ્રસ્ત થાય છે. ઘણી વાર તે જીવલેણ પણ સાબીત થાય છે. રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી લોકોના ગળા કપાવાની સમાચાર આવી રહ્યા છે. ચાઇનીઝ દોરીના દોરીના વેચાણ અને તેના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતા મોટા શહેરોમાં બે ફામ ચાઇનીજ દોરા તુક્કલ વેચાઇ રહ્યા છે અને લોકો તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. ચાઇનીઝ દોરીને લઇને ગુજારત હાઇકોર્ટે કડક કાર્યવાહી કરવા માટે તંત્રને કહ્યુ હતું તેને લઇને પોલીસ હવે રાજ્યભારમાં હરક્તમાં આવી છે.

અમદાવાદમાં ૧૭૦ જટેલા કેસ કરવામાં આવ્યા છે. અને તેની સાથે સંકળાયેલા ૫૦ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દિવસોમાં અનેક લોકોના ગળા કપયા છે. ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતા રાજ્યમાં તેનું વેચાણ થાય છે તેનો ભોગ રાહદારોઓ અને પક્ષીઓને બનવુ પડતુ હોય છે.

ચાઇનીઝને લઇને શહેર પોલીસ દ્વારા જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યુ છે જે અનુસાર જો કોઇ પણ વ્યક્તી પાસે ચાઇનીઝ દોરીનો જથ્થો કે તુક્કલ પકડાય તો પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. ઓનલાઇન ચાઇનિઝ દોરીનું વેચાણ થતુ હોવાનું પલીસના ધ્યાન આવ્યુ હતુ. તેથી શોસિય મીડિયા પર વોચ રાખવામાં આવી રહી છે. જો આવુ કોઇ ઝડપાશે તો તેની ધરપકડ કરવામાં આવશે. પોલીસ કાર્યવાહીમા દાણીલિમડામાથી ૯૦૦થી વધુ ચાઇનીઝ દોરીના રિલ્સ મળી આવી છે. ચિમનભાઇ પટેલ બંગલા પાસેથી ટુ વ્હીલર પર ૯૦ રિલ્સ લઇન જતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. સરદારન ગરમાથી ૧૦૧ રિલ્સ સાથે ૨૨ લોકોને પકડવામાં આવ્યા છે.