દિલ્હીમાં ૩૧ ઓક્ટોબર સુધી શાળાઓ રહેશે બંધ: સિસોદિયા

ન્યુ દિલ્હી,
દિલ્હીમાં કોરોનાની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. આવી સ્થિતિમાં લોકો બિનજરૂરી રીતે બહાર નીકળે જોખમી છે. તેવામાં દિલ્હી સરકારે ૩૧ ઓક્ટોબર સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિૃયાએ નિર્દેશ આપ્યો છે કે દિલ્હીની તમામ શાળાઓ ૩૧ ઓક્ટોબર સુધી બંધ જ રહેશે.

આ પહેલા દિલ્હી સરકારે ૫ ઓક્ટોબર સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. એવું કહેવામાં આવી રહૃાું હતું કે ૫ ઓક્ટોબર પછી શાળાઓ ખુલી જશે, પરંતુ કોરોના કેસ વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ફરીથી પોતાનો નિર્ણય બદલ્યો છે. શાળા બંધ કરવાનો આ આદેશ દિલ્હીની સરકાર સહિત કોર્પોરેશન, એનડીએમસી, દિલ્હી કેન્ટ સાથે સંકળાયેલી ખાનગી શાળાઓ માટે પણ લાગુ રહેશે. હવે ૩૧ ઓક્ટોબર પછી જ શાળા ખોલવાનો નિર્ણય લેવામાં આવશે.