દિલ્હી સરકાર અને ઉપ રાજયપાલ વી કે સકસેના વચ્ચે મેયરને લઇ ફરી વિવાદ

નવીદિલ્હી,

દિલ્હી સરકાર અને ઉપરાજયપાલ વી કે સકસેનાની વચ્ચે ફરી વિવાદ ઉભો થયો છે. ઉપરાજયપાલે દિલ્હી નગર નિગમના મેયરની ચુંટણી માટે ભાજપના કોર્પોરેટર સત્યા શર્માને પીઠાસીન અધિકારી નિયુકત કર્યા છે જયારે દિલ્હી સરકારે પીઠાસીન અધિકારી માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મુકેશ ગોયલના નામનો પ્રસ્તાવ ઉપરાજયપાલને મોકલ્યો હતો.

ભાજપ કાર્પોરેટર સત્યા શર્મા પૂર્વી દિલ્હી નગર નિગમના મેયર રહી ચુકયા છે.જયારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મુકેશ ગોયલ ૧૯૯૭થી કોર્પોરેટર છે અને હાલના સમયે દિલ્હી નગર નિગમમાં સૌથી વરિષ્ઠ કોર્પોરેટર છે.

આમ આદમી પાર્ટીના પ્રવકતા સૌરભ ભારદ્વારે ટ્વીટ કર્યું કે એ પરંપરા છે કે ગૃહના વરિષ્ઠ સભ્યને પ્રોટેમ સ્પીકર અથવા પીઠાસીન અધિકારીના રૂપમાં નામિત કરવામાં આવે છે પરંતુ ભાજપે તમામ લોકતાંત્રિક પરંપરા અને સંસ્થાનોને નષ્ઠ કરવાના કામમાં લાગી છે.