દિલ્લીની વિવિધ જેલોમાં પોલીસના દરોડા, ૧૫ દિવસમાં ૧૧૭ કરતા વધુ મોબાઈલ મળી આવ્યા બાદ ૫ કર્મચારી સસ્પેન્ડ

નવીદિલ્હી,

દિલ્હીની મંડોલી જેલમાં અનેક મોબાઈલ ફોન મળ્યા બાદ દિલ્હી જેલ વિભાગે બે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ, એક આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ, એક હેડ વોર્ડર અને અન્ય વોર્ડરને સસ્પેન્ડ કરી દીધા છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંડોલી જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યા બાદ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ પ્રદીપ શર્મા અને ધર્મેન્દ્ર મૌર્ય, સહાયક અધિક્ષક સની ચંદ્રા, હેડ વોર્ડર લોકેશ ધમા અને વોર્ડર હંસરાજ મીનાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જેલના મહાનિર્દેશક સંજય બેનીવાલે તમામ જેલ અધિક્ષકોને સર્ચ ટીમ બનાવવા અને જેલમાં મોબાઈલ ફોન અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ શોધવાનો નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા પખવાડિયામાં તમામ જેલોમાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન ૧૧૭ મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે.

જેલના મહાનિર્દેશક સંજય બેનીવાલે જેલમાં મોબાઈલ ફોન મોકલવા સામે વ્યાપક કાર્યવાહી માટે જેલ હેડક્વાર્ટર ખાતે વિશેષ તકેદારી ટીમની રચના કરી છે. આ ટીમે તમિલનાડુ સ્પેશિયલ પોલીસ ફોર્સ સાથે મળીને ૧૮ ડિસેમ્બરે પણ દરોડા પાડ્યા હતા, જેમાં આઠ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

જણાવી દઈએ કે તિહાર જેલ, મંડોલી જેલ અને રોહિણી જેલમાં છેલ્લા ૧૫ દિવસથી સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરોડામાં અત્યાર સુધીમાં ૧૧૭ મોબાઈલ ફોન મળી આવ્યા છે. તિહાર પ્રશાસન તિહાર ડીજી સંજય બેનીવાલના આદેશ પર કાર્યવાહી કરી રહ્યું છે. જેલની ૧૪ બેરેકની તલાશી લેવામાં આવી હતી, જેમાં ઘણા ગેંગસ્ટરોના ગુરૂઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

દેશની રાજધાની દિલ્હીમાં બદમાશો કેટલા નીડર છે. બુધવારે માયાપુરી વિસ્તારમાં બનેલી ઘટના પરથી તેનો અંદાજો લગાવી શકાય છે. અહીં શંભુ દયાલને બદમાશોએ છરીના ઘા મારીને ઘાયલ કર્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સ્નેચિંગના આરોપીને પકડવા આવ્યા હતા. ધરપકડથી બચવા બદમાશએ એએસઆઇ પર હુમલો કર્યો. ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે.

એએસઆઇ શંભુ દયાલ પર છરી વડે હુમલો કરનાર અનીશ (૨૪) માયાપુરીના ફેઝ-૨ સ્થિત ઝૂંપડપટ્ટીમાં રહે છે. જ્યારે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે ફેઝ-૧ના બી-૧૧૫ પાસે છરીના ઘા ઝીંકી દીધા હતા. આ છરી તેણે પોતાના શર્ટની નીચે છુપાવી હતી. તેની સામે આઈપીસી કલમ ૩૫૩, ૩૩૨, ૩૦૭ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.