ગોલ્ડન ગ્લોબ્સ માચે પત્ની ઉપાસનાની સાથે રામ ચરણ લોંસ એજેલિસ પહોંચી ગયો છે

હૈદરાબાદ,

ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ થવામાં હવે કેટલાક દિવસો જ બાકી છે પુરી દુનિયાના સિતારા હવે લોંસ એજેલિસ પહોંચી રહ્યાં છે.આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓમાં અનેક ઇન્ડિયન ફિલ્મ સ્ટાર પણ સામેલ છે.જેમાં સુપરહિટ ફિલ્મ આરઆરઆરની પુરી ટીમનું નામ પણ સામેલ છે.આ દરમિયાન રામ ચરણ અને તેની પત્ની ઉપાસનાને હૈદરાબાદ વિમાની મથક પર કિલક કરવામાં આવી છે.આ ઇટરનેશનલ એવોર્ડની બે કેટેગરીમાં આરઆરઆરને નોમિનેટ કરવામાં આવી છે.

આરઆરઆર લોંસ એજિલ્સમાં ગોલ્ડન ગ્લોબ્સમાં પોતાના નામ પર એક વધુ પ્રતિષ્ઠિત પુરસ્કાર સ્વીકાર કરવા માટે તૈયાર છે.તેના માટે ટીમ એટલી આતુર છે કે એસએસ રાજામૌલી અને તેમનો પરિવાર આ ઇવેંટ માટે પહેલા જ લોસ એજેલિસ પહોંચી ચુકી ગઇ છે.જયારે હવે રામ ચરણને હૈદરાબાદ વિમાની મથક પર કિલક કરવામાં આવ્યો રામ ચરણ અને તેમની પત્ની ઉપાસનો તાજેતરમાં ગર્ભવતી હોવાની જાહેરાત કરી છે.આવામાં તેના પ્રશંસકો તેમને જોઇ ખુશ છે.

આરઆરઆરના નિર્માતા શોબુ યારલાગડ્ડાએ પોતાની પત્ની,નિર્દેશક એસએસ રાજામૌલી,તેમની પત્ની રામા રાજામૌલી,જે આરઆરઆરની કોસ્ટ્યુમ ડિઝાઇનર પણ છે.પુત્ર કાર્તિકેય અને વહૂની સાથે એક તસવીર સંયુકત કરી છે.તે તમામ ગોલ્ડન ગ્લોબ્સ માટે પુરી રીતે તૈયાર છે. આ પુરસ્કાર સમારોહ ૧૧ જાન્યુઆરીએ યોજાનાર છે.