અક્ષય કુમારે આનંદ એલ. રાયની ’ગોરખા’ છોડી દીધી

મુંબઈ,

અક્ષય કુમારે આનંદ એલ. રાયની ’ગોરખા’ ફિલ્મ છોડી દીધી છે. બંને વચ્ચે આ ત્રીજું કોલબરેશન હતું જેનો અચાનક અંત આવી ગયો છે.

અક્ષયની ટીમ તરફથી દાવો થઈ રહ્યો છે કે આ ફિલ્મની વાર્તાની સચ્ચાઈ વિશે કેટલીક શંકાઓ હતી. આર્મીના કેટલાક અધિકારીઓએ અક્ષયનું આ અંગે યાન દોર્યું હતું. તે પછી અક્ષયે આર્મી બેકગ્રાઊન્ડની ફિલ્મ હોય અને તેની પ્રમાણભૂતતા અંગે કોઈ વિવાદ થાય તેને બદલે ફિલ્મ છોડી દેવાનું નક્કી કર્યું હતું.

જોકે, બોલીવૂડના ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર અક્ષય કુમારે આનંદ એલ. રાય સાથે કરેલી બંને ફિલ્મો ’અતરંગી રે’ તથા ’રક્ષાબંધન’નો કરુણ રકાસ થયો હોવાથી આ નિર્ણય લેવાયો છે. ’અતરંગી રે’ એટલી બોરિંગ બની ગઈ હતી કે તેને થિયેટરમાં રિલીઝ કરવાનું જોખમ લેવાને બદલે ઓટીટી પ્લેટફોર્મને પધરાવી દેવામાં આવી હતી. ’રક્ષાબંધન’ સુપર લોપ પુરવાર થઈ હતી.

અક્ષયે ૨૦૨૧માં પોતે મેજર જનરલ ઈઆન કોર્ડોઝોની જિંદગી પર આધારિત ’ગોરખા’ ફિલ્મમાં કામ કરી રહ્યો હોવાની જાહેરાત કરી હતી. જોકે, આ ફિલ્મનાં પોસ્ટરથી જ તેની પ્રમાણભૂતતા વિશે વિવાદ સર્જાવો શરુ થઈ ગયો હતો.