દાહોદ,
બાળકના મરણ પછી બિમાર છોકરૂ પેદા કરેલ હોવાના આક્ષેપ સાથે સાસુ-સસરા તથા પતિ દ્વારા ગુજારાતા શારીરીક અને માનસીક ત્રાસથી વાજ આવેલ સંજેલી તાલુકાના નારકીયાની મુવાડી ગામની પરણીત મહિલાએ પોતાના પતિ-સાસુ-સસરા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાનું જાણવા મળ્યું છે.
માંડલી ગામના ગોરધનભાઈ ગલાભાઈ બામણીયાની પુત્રી જયબેનના પતિ સંજેલીના નારીયાની મુવાડી ગામના રણધીરભાઈ વીરસીંગભાઈ ચંદાણા, સસરા વીરસીંગભાઈ વેલજીભાઈ ચંદાણા તથા સાસુ શંકુતલાબેન વીરસીંગભાઈ ચંદાઆ એમ ત્રણેએ જયબેનને તુ અમારા ઘરમાંથી જતી રહે, તે બીમાર છોકરૂ પેદા કરેલ છે. તેમ કહી અવાર નવાર મહેણા ટોણા મારી મારઝુડ કરી ઝઘડો કરી ઘરમાં રહેવા ન દઈ શારીરીક અને માનસીક ત્રાસ આપી લગ્ન થયેથી બાળકના મરણ પછી પતિ-સાસુ-સસરા એ જયબેન સાથે અવાર નવાર ઝઘડો કરી ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મૂકી હતી. જેથી તા. 1-1-2023ના રોજ સમાધાન કરવા બાબતે પંચ ભેગી થયેલ અને પંચમાં સમાધાન બાબતે વાતચીત ચાલુ હતી તે દરમ્યાન જયબેનના પતિ રણધીરભાઈ અચાનક ઉશ્કેરાયો હતો અને મારે ને રાખવી નથી અને કાલે પણ રાખવી નથી. તેમ કહી ગંદીગાળો બોલી જયબેનનું કાઠલું પકડી લાફા મારી ધક્કો મારી પાડી દીધી હતી અને તું જતી રહે તને છુટ્ટા છેડા પણ આપવાના નથી તારાથી થાય તે કરી લે, હવે પછી અમારા ઘરે પગ મુક્યો છે તો તને જાનથી મારી નાંખશી તેવી ધાકધમકીઓ આપી હતી એ બિભત્સ ગાળો બોલી શારીરીક અને માનસીક ત્રાસ આપ્યો હતો. આવા ત્રાસથી વાજ આવેલ જયબેન પોતાના પતિ-સસરા તથા સાસુ વિરૂધ્ધ સંજેલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈપિકો કલમ 498(ક), 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.