ધાનપુરના રાછવા ગામની પરણિતાને વસ્તાર ન છતાં મેણાટોંણાથી ટંકાળી ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

દાહોદ,

વસ્તારમાં છોરકીઓ હોઈ અને છોકરો થતો ન હોઈ તે બાબતે પતિ તથા સાસરીયા દ્વારા અવાર નવાર મહેણાટોણા મારી શારીરીક અને માનસીક ત્રાસ આપી આત્મહત્યા કરી લેવા મજબુર કરતા ધાનપુરના રાછવા ગામની પરણીત મહિલાએ રાછવા ગામે મોતી નદીના કોતરમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું જાણવા મળ્યું છે.

ધાનપુરના તરમકાચ ગામના વેડ ફળિયામાં રહેતા 42 વર્ષીય રમીલાબેન પર્વતભાઈ ઢેડાભાઈ બારીયાની રાછવા ગામે પરણાવેલી દીકરી વર્ષાબેનને વસ્તારમાં બે છોકરીઓ હોઈ અને છોકરો થતો ન હોઈ તે બાબતે વર્ષાબેનના પતિ જગદીશભાઈ છબાભાઈ ચૌહાણ, સસરા છબાભાઈ ગોપસીંગભાઈ ચૌહાણ, સાસુ સતીબેન છબાભાઈ ચૌહાણ જેઠ ઈશ્ર્વરભાઈ છબાભાઈ ચૌહાણ તથા જેઠાણી મમતાબેન ઈશ્ર્વરભાઈ ચૌહાણ વગેરે ભેગા મળી અવાર નવાર શારીરીક અને માનસીક ત્રાસ આપી નાની મોટી વાતે મહેણા ટોણા મારી વર્ષાબેનને આત્મહત્યા કરવા મજબુર કરતા વર્ષાબેને રોજબરોજના આવા ત્રાસથી કંટાળીને ગામની નદીના કોતરમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ લટકી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સંબંધે મરણ જનાર વર્ષાબેનની માતા રમીલાબેન પર્વતભાઈ બારીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ધાનપુર પોલીસે મરણ જનાર વર્ષાબેનના પતિ જગદીશભાઈ છબાભાઈ ચૌહાણ, સસરા છબાભાઈ ગોપસીંગભાઈ ચૌહાણ, સાસુ સતીબેન છબાભાઈ ચૌહાણ, જેઠ ઈશ્ર્વરભાઈ છબાભાઈ ચૌહાણ તથા જેઠાણી મમતાબેન ઈશ્ર્વરભાઈ ચૌહાણ વિરૂધ્ધ ઈપિકો કલમ 306, 323, 498(ક), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.