પંચમહાલ જિલ્લાના તરવડા અને બામણકુવા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ

ગોધરા,

ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ દ્વારા તા. 06/01/2023ને શુક્રવારના રોજ એક દિવસીય પ્રાકૃતિક ખેતી અંગે કાર્યક્રમનુ આયોજન કરાયું હતું. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના તરવડા ખાતે તેમજ હાલોલ તાલુકાના બામણકુવા ખાતે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ અંતર્ગત એક દિવસીય ખેડુત તાલીમ શિબિર યોજાઈ હતી. આ કાર્યકમમાં જિલ્લાના બાગાયત વિભાગ, જિલ્લા ખેતીવાડી વિભાગ,આત્મા કચેરી તેમજ બાગાયત સંશોધન કેંદ્ર વેજલપુર તેમજ મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરા ખાતેથી વૈજ્ઞાનિક સહિત વિવિધ અધિકારીઓ, કર્મચારીઓએ બાગાયતી ખેતીમાં પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયત વિભાગ હસ્તક ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાકીય માહિતી તેમજ સ્થાનિક પાકો વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તેમ નાયબ બાગાયત નિયામક ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Don`t copy text!