જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં પ્રવેશ મેળવવા માટે તા. 31 જાન્યુ. સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

ગોધરા,

પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક સત્ર 2023-24માં ધો.6માં પ્રવેશ મેળવવા માટે હાલ પંચમહાલ જિલ્લામાં રહેતા હોય અને પંચમહાલ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો.5માં અભ્યાસ કરતા વિધાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. વિદ્યાર્થીએ ધોરણ 3, 4 અને 5માં સળંગ અભ્યાસ કરેલો હોવો જોઇએ. જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યએ જણાવ્યું કે, ઓનલાઇન અરજી તા.31/01/2023 સુધી નવોદય વિદ્યાલય સમિતીની વેબસાઇટ www.navodaya.gov.in પરથી કરી શકાશે. પરીક્ષા તા.29/04/2023ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીની જન્મ તારીખ 01/05/2011 થી તા.30/04/2013 હોવી જોઇએ. જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જેમાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ-અલગ ઉત્તમ સુવિધાઓ, નિ:શૂલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને રાષ્ટ્રિય એકતા માટે સ્થળાંતર નીતિ, રમત ગમત તથા SPC, NCC, SCOUT GUIDE, ART MUSIC જેવી શૈક્ષણિક પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે સાર્વત્રિક વિકાસની ઉત્તમ તકો રહેલી છે. ફોર્મ ભરવા માટે ઉત્સુક દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને વહેલી તકે ફોર્મ ભરવા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Don`t copy text!