પંચમહાલ જીલ્લામાં પોઝીટીવ કેસો ની સંખ્યામાં થયો ઘટાડો આજે માત્ર ૯ કેસ પોઝીટીવ

  • આજે કોરોના સંક્રમણના નવા ૦૯ કેસો
  •  ૨૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ
  • હાલની સ્થિતિએ ૧૯૫ વ્યક્તિઓ સારવાર હેઠળ

ગોધરા, પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના સક્રિય દર્દીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે.  આજે કોવિડ-૧૯ સંક્રમણના ૦૯ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૩૯૮ થઈ છે. ૨૩ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૧૯૫ સક્રિય દર્દીઓ રહ્યા છે.

જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૮ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૩, હાલોલ શહેરમાંથી ૦૪ અને કાલોલમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૮૫૩ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાલોલ ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે.  સારવાર બાદ સાજા થતા આજે કુલ ૨૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૦૯૪ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૯૫  થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.