- તળાજા નગરના જૂના ગામતળમાં આવેલ જિનાલય અને ડુંગર પર આવેલ જિનાલયોમાં ભૂતકાળમાં ચોરી થઇ છે.
ભાવનગર,
ભાવનગર જિલ્લાના તળાજા મહુવા હાઇવે પર બોરડા નજીક જૈન દેરાસર સાથે હાલ વિહારધામનું કામ શરૂ છે. જે મુંબઈ ખાતે રહેતા શશીકાંતભાઈ ચુનીલાલ સલોત દ્વારા બંધાવવા મા આવેલ છે.અહી નાગેશ્ર્વર પાર્શ્ર્વનાથ ભગવાન પ્રતિમા સ્વરૂપે બિરાજે છે.આ મંદિર મા ભગવાનને ચડાવેલ ચાંદી સહિત ધાતુની કીમતી વસ્તુ અને ભંડારમાં આવેલ રોકડ મળી કુલ એકલાખ બે હજાર ની મત્તા ની ગતરાત્રિ દરમિયાન તસ્કરો ચોરી કરી ગયા છે.
સવારે ભગવાનની પૂજા કરવા માટે દેરાસર ખોલવા જતા દરવાજાના તાળા તૂટેલા હતા.એ તાળા ઈંટો પથ્થરથી તોડવામાં આવેલ હોવાનું જોવા મળ્યું હતું. જેને લઇ દાઠા પોલીસ ને જાણ કરતા દાઠા પો.સ.ઇ વ્યાસ,તથા એલસીબી પો.સ.ઇ ભાવેશ શિંગરખીયા સહિતનો કાફલો દોડી આવ્યો હતો.તેઓને શશીકાંતભાઈ સેલોત અને રોહિતભાઈ એ જણાવ્યું હતું કે છતર નંગ ૩ કિંમત ૯૨૦૦૦ તથા દાન પેટીમાં આવેલ રોકડ ૧૦૦૦૦ ની ચોરી થઈ છે.જેની ફરિયાદ દાઠા પોલીસે નોંધી છે. પોલીસ ની પ્રાથમિક તપાસમાં દેરાસર મા જે છતર ચડાવવાના આવ્યું છે તે સાતેક દિવસ પહેલા ચડાવવાના આવ્યું છે.
હાલ દેરાસર અને વિહારધામ મા વધુ સવલતો માટે નું ક્ધસ્ટ્રકશન કામ શરૂ છે. અહી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા જે છેલ્લા સાતેક દિવસથી બંધ છે. કીમતી છત્તર ચડાવ્યા બાદ જે રીતે ઈંટ અને પથ્થર થી તાળું તોડવામાં આવ્યા છે તે રીઢા તસ્કરોનું કાર્ય ગણવામાં આવતું નથી.જાણ ભેદુ હોવાની પ્રાથમિક થીયરી સાથે અહી કામ કરતા મજૂરોને પોલીસે અલગ અલગ રીતે બોલાવીને પૂછ પરછ હાથ ધરી છે.આસપાસ ની દુકાનો, રસ્તા પર ક્યાંય સીસીટીવી કેમેરા લાગેલા હોય તો તેના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓ ચોરીનો ભેદ જલદીથી ઉકેલાય જશે તે માટે આશાવાદી છે.
પાલીતાણા અને સંમેત શિખર ને લઈ રાજ્ય સહિત દેશમાં જૈન સમાજમાં આક્રોશ છે. પ્રથમ વખત જૈન સમાજ, સાધુ ભગવંતો સાથે રસ્તાપર ઉતરી રહ્યો છે. ત્યારે બોરડા નજીક નવા જ બનેલા જૈન દેરાસર મા ચોરી થયાની ઘટનાથી ચિંતાતુર બન્યો હતો.જોકે જૈન યુવાનોએ જણાવ્યું હતું કે ભગવાનની મૂત સલામત છે તેને કોઈ નુકશાન નથી એટલે ચિંતા નથી.
તળાજા નગરના જૂના ગામતળમાં આવેલ જિનાલય અને ડુંગર પર આવેલ જિનાલયોમાં ભૂતકાળમાં ચોરીના બનાવોના અનુભવના આધારે દેરાસરમાં કીમતી ધાતુની વસ્તુઓ નહિ રાખવાની નિર્ણય કરેલો છે. જેને લઇ હવે કોઈજ વસ્તુ કીમતી જીનલયોમાં અહીં રાખવામાં આવતી નથી. ચોરી ની ફરિયાદ ને લઈ ઇન્વેસ્ટીગેશન કરતા ભાવેશ સિંગરખીયાએ જણાવ્યું હતુંકે કે તસ્કરોએ ભગવાન ને ચડાવેલ ચાંદીનો મુગટ ઉતર્યો હતો.જોકે તેને સાથે નથી લેતા ગયા! સાઈડ મા પડેલો જોવા મળ્યો હતો.