મરિયમ નવાજને બઢતી,પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાઇ

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે મરિયમ નવાજને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજ પીએમએલ એનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ના રૂપમાં બઢતી આપી છે. મીડિયા રિપોર્ટમાં આપવામાં આવેલ માહિતી અનુસાર માહિતી મંત્રી મરિયમ ઔરંગજેબે તેની માહિતી આપી.શહબાજ શરીફની સહીવાળું જાહેરનામું જારી કરતા માહિતી મંત્રીએ કહ્યું કે વડાપ્રધાને પાર્ટીના સાંગઠનિક નિર્ણયની જાહેરાત કરી છે.

જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન મુસ્લિમ લીન નવાજના બંધારણ હેઠળ આપવામાં આવેલી શક્તિઓ અનુસાર મરિયમ નવાજ શરીફને તાકિદના પ્રભાવથી વરિષ્ઠ ઉપાયશ્રના રૂપમાં નિયુક્ત કરવા ખુશ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મરિયમ નવાજને મુખ્ય આયોજકના રૂપમાં તમામ કાર્યાત્મક સ્તરો પર પાર્ટીને ફરીથી સંગઠિત કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

આ દરમિયાન નાણાં મંત્રી ઇશાક ડારે મરિયમને અભિનંદન આપ્યા અને તેમને શુભકામનાઓ આપી ડારે લખ્યું છે કે મરિયમ નવાજ શરીફને પાર્ટી અધ્યક્ષ શહબાજ શરીફ દ્વારા પાર્ટી પાર્ટી પ્રમુખ નવાજ શરીફની સાથે ચર્ચા કરી પીએમએલ એનના એસવીપી મુખ્ય આયોજકના રૂપમાં નિયુક્તિ પર હાર્દિક અભિનંદન અને શુભકામના.

મરિયમ નવાજની ઉપાયોમાંથી એક નિયુકત કર્યા હતાં તેમની નિયુક્તિને પાકિસ્તાન તહરીક એ ઇસાફ પીટીઆઇને પડકાર આપ્યો હતો તે સમયના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ સવાલ કર્યો હતો કે એક વ્યક્તિ જેને અદાલતે સજા સંભળાવી છે તેને ઉપાધ્યક્ષ તરીકે કેવી નિયુકત કરી શકાય છે.