દાહોદ,
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામેથી પોલીસે એક આઈસર ટેમ્પા ટ્રકમાંથી ખાદ્ય તેલના 15 લીટરના જથ્થા સાથે જથ્થો ઝડપી પાડી આ ખાદ્ય તેલના બીલની વિગત તપાસતા પોલીસ અને સ્થાનીક મામલતદારને સુસંગતતા જણાતા આ મામલે ફતેપુરા મામલતદાર દ્વારા ખાદ્ય તેલની તપાસ કરી જરૂરી નમુના લેવા માટે ફુડ એન્ડ ડ્રગ્સ ઈન્સ્પેક્ટરની કચેરી, દાહોદ જિલ્લા સેવા સદનને રજુઆત કરી હોવાનું જાણવા મળે છે.
ગત તા.03 જાન્યુઆરીના રોજ સુખસર નગરમાંથી આઈસર ટેમ્પા ટ્રકમાંથી સુખસર પોલીસે તીરૂપતિ કપાસીયા તેલના અળગ અળગ પેકેટમાં કુલ 248 લીટર, કિશાન મગફળી તેલ લખેતા 15 લીટરના 16 ડબ્બા, તુલસી રીફાઈન્સ તેલ લખેતા 15 લીટરના 6 ડબ્બા, ઈન્ડીયન વાઈટ સુગર લખેલા ખાંડના 15 કટ્ટા અને 4 પેકેટ ખજુરના બોક્ષ વિગેરે સામાન પોલીસને આઈસર ટેમ્પા ટ્રકમાં નજરે પડતાં પોલીસે વાહનના ચાલકનો જવાબ લેતા અને તેની પાસે રહેલ બીલની વિગત તપાસના સુસંગતતા જણાઈ હતી. આ મામલે સ્થાનીક પોલીસ ફતપુરા મામલતદારને જાણ કરતાં મામલતદારની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તેઓને પણ આ મુદ્દામાલના બિલની તપાસમાં સુસંગતતા જણાઈ હતી. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, ઉપરોક્ત ગાડીના ચાલક દ્વારા આ વાહન મહેશ મસાલા ગૃહ ઉદ્યોગ બાલાસીનોર ખાતેથી લાવેલ હોવાનું જવાબમાં જણાવ્યું હતું. પોલીસ તેમજ મામલતદારને આ ખાદ્ય તેલ શંકાસ્પદ લાગતા તેની તપાસ જરૂરી બની હોવાનું જણાતા આ મામલે ફતેપુરાના મામલતદાર દ્વારા ઉપરોક્ત વાહન તથા વાહનમાં રહેલ ખાદ્ય તેલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આ મામલે ખાદ્ય તેલની ચકાસણી અને તપાસ થાય તેવા હેતુસર ફુડ એન્ડ ડ્રગ્સ ઈસ્પેક્ટર, જિલ્લા સેવા સદન, દાહોદને રજુઆત કરી તમામ પુરાવાઓ રજુ કર્યાં હતાં અને આ ખાદ્ય તેલના નમુનાઓની ચકાસણી કરવામાં આવે તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવે લેખિત જાણ કરવામાં આવી છે.