વેપારીઓએ સ્વીકાર્યું વર્ક ફ્રોમ હોમ, આના માટે સરકાર નિયમો બનાવે તેવી માંગ

કોવિડ-19ના પ્રકોપ અગાઉ ભારતમાં વર્ક ફ્રોમ હોમ કોને કહેવાય એ કોઈને ખબર નહોતી. પરંતુ હવે આ એક ન્યૂ નોર્મલ બની ગયું છે. કોરોનાએ જ બિઝનેસમેનોને શીખવ્યું કે ઓછા ખર્ચે સમય બચાવીને પણ કેવી રીતે કામ લઈ શકાય છે. હવે, જ્યારે આ બિઝનેસ વર્લ્ડે સ્વીકારી લીધુ છે તો વેપારીઓએ આ બાબતે એક નીતિ બનાવવાની માંગ કરી છે.

શોષણની સમસ્યા ખતમ

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)નું કહેવું છે કે, વર્ક ફ્રોમ હોમ બેશક કોવિડ મહામારીને કારણે મજબૂરીમાં સ્વીકારી છે. પરંતુ હવે આ દેશમાં વેપાર કરવાનો મોટો માર્ગ બની ગયો છે. હવે આના માટે એક નીતિ બનાવવાની અત્યંત આવશ્યકતા છે, જેથી ઉત્પાદકતામાં વૃદ્ધિ થાય, કાર્ય કુશળતા વધે અને લોકો વધુ વિચાર્યા વિના ઝડપથી ઉભરતી આ કાર્યપદ્ધતિને અપનાવે.

નવા કાર્ય સિસ્ટમ શ્રેષ્ઠ

કેટની રાષ્ટ્રીય ચેરમેન બી સી ભરતીયાએ કહ્યું કે વર્ક ફ્રેમ હોમની નવી કાર્યપ્રણાલી શ્રેષ્ઠ છે. તેથી આ નવા વ્યવસાયિક નમૂનાઓ માટે એક મજબુત અને નિર્દેશિત નિયમો અને કાયદો ખૂબ જરૂરી છે. ભરતીયા અને ખંડેલવાલે કહ્યું કે, કોવિડ -19એ ભારત અને વિશ્વભરમાં એક નવી કાર્યપ્રણાલીને જન્મ આપ્યો છે. જે સમય અને પરિસ્થિતિને જોતા સ્વયં અસ્તિત્વમાં આવી છે. આને દેશભરમાં એક સફળ મોડલ તરીકે અપનાવાઈ છે. વર્ક ફ્રોમ હોમને વર્ક સિસ્ટમને ઓફીસની જરૂરીયાતને નકામી ગણાવીને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ દૂરથી કામ કરવાની નવી સિસ્ટમને વિકસિત કરવામાં આવ્યું છે.

નાના વેપારીઓ માટે અત્યંત ફાયદાકારક

તેમનું કહેવું છે કે, વર્ક ફ્રોમ હોમ ફક્ત કોર્પોરેટ કે ઉદ્યોગ ક્ષેત્ર જ નહિં, નાના વેપારીઓ સાથે જોડાયેલ સ્વ-સંગઠીત ક્ષેત્રે પણ આને એક સારા વિકલ્પ તરીકે અપનાવ્યો છે. આ મોડલ જેમાં ઘણાં અન્ય લાભો સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માળખાનો ખર્ચ ઓછો કરવામાં સક્ષમ છે, નિશ્વિત રૂપે કોવિડ સંકટના નિવારણ બાદ પણ રહેવાનો છે. આ બિઝનેસ અને કોમર્શિયલનું એક વિભિન્ન અંગ બની ગયું છે.