- શહેરા ભાગોળ અન્ડરપાસની કામગીરી શરૂ કરવા માટે રજુઆત.
ગોધરા,
ગોધરા રેલ્વે સ્ટેશનની મુલાકાત માટે પશ્ર્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આવ્યા હતા. તેમના દ્વારા રેલ્વે સ્ટેશનનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું. પંચમહાલ સાંસદ અને ધારાસભ્ય દ્વારા કેટલીક ટ્રેનના સ્ટોપેજ અને વલસાડ-દાહોદ ઈન્ટરસીટી ટ્રેન શરૂ કરવા લેખિતમાં રજુઆત કરાઈ.
પશ્ર્ચિમ રેલ્વેના જનરલ મેનેજર ગોધરા રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને જનરલ મેનેજર અશોક મિશ્રાએ રેલ્વે સ્ટેશનનું ઈન્સ્પેકશન કર્યું હતું. રેલ્વે સ્ટેશન ખાતે ચાલતા કામો તેમજ મુસાફરોને આવવામાં રેલ્વે સ્ટેશનની મુલાકાતે આવેલ જનરલ મેનેજરને ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે જે ટ્રેનના સ્ટોપેજ બંંધ કરેલ તેવી ટ્રેનો ગરીબ રથ, એકસપ્રેસ, ઈન્દોર કોચીવલ્લી એકસપ્રેસ, ઓખા-નાથદ્વારા એકસપ્રેસ, હરિદ્વાર-વલસાડ (અપલાઈન)ના સ્ટોપેજ આપવા માંંગ કરાઈ. જ્યારે ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે સંપૂર્ણ બંધ કરેલ ટ્રેનો ફિરોજપુર જનતા એકસપ્રેસ, ગાંધીનગર-દાહોદ મેમુ, દાહોદ-વલસાડ ઈન્ટરસીટી, દાહોદ થી વડોદરા સાંજની મેમુ પૂન: શરૂ કરવા તેમજ સોમવારના દિવસે ગોધરામાં કોઈ સ્પેશીયલ ટ્રેન ઉદયપુર-બાંદ્રા જે સુરત, વલસાડ, વાપી, બાંદ્રા જવા માટે વીક એન્ડ બનાવવા માટે ટ્રેન મંજુર કરવા રજુઆત કરાઈ. સાથે ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે તેજસ (રાજધાની) એકસપ્રેસ, અગસ્તક્રાંતિ એકસપે્રસ, પારસનાથ એકસપ્રેસ, અમદાવાદ-ગોરખપુર એકસપ્રેસ, ઓખા ગોહરી એકસપ્રેસ, ગાંધીધામ કામખીયા એકસપ્રેસ, અમદાવાદ-પટના અઝીમાબાદ, ઓખા-બનારસ એકસપ્રેસ, અમદાવાદ-પટના એકસપ્રેસ, ગરભા એકસપ્રેસને કાયમી સ્ટોપેજ આપવામાં આવે. નવિન ટીકીટ બારી, પાર્કિંગ, પ્લેટ ફોર્મ નં.3-4 તરફ યાર્ડ પાસે શરૂ કરવામાં આવે. પ્લેટ ફોર્મ નંં.1 અને 2 એકસેલેટર મંજુર કરવા ગોધરા રેલ્વે સ્ટેશન-શહેરા ભાગોળ ફાટક થી વળાંક સુધી ટ્રેન ધીમી હોવાથી અસામાજીક તત્વો પેસેન્જરોનો સામન ચોરીને ભાગતા હોવાથી પોલીસ પ્રોટેકશન અને લાઈટીંગની વ્યવસ્થાની માંંગણી. શહેરા ભાગોળ ફાટક ઉપર અન્ડર પાસના ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. અન્ડરપાસની કામગીરી શરૂ કરવા માટે જનરલ મેનેજરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.