પાવાગઢ,
પંંચમહાલ જીલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે ચાલતી રોપ-વે સેવાના ભારે પવનને લઈ યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં લઈ બે દિવસ રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.
પાવાગઢ યાત્રાધામ સહિત જીલ્લામાં ઠંડા અને ભારે પવનનો સુસવાટા સાથે હાંજા ગગળી જાય તેવી ઠંડીએ જોર પકડયું છે. તેમાં પણ પાવાગઢ ડુંગર ઉપર ભારે પવનને લઈ ચાલીત રોપ-વે સેવાને બે દિવસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વે સંચાલન કરતી કંપની દ્વારા યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં લઈને રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.