અંજલિ કેસ: દિલ્લી પોલીસને પોતાની રિસ્પૉન્સ સિસ્ટમ વધુ સુદ્રઢ કરવાની જરૂર છે : પૂર્વ આઇપીએસ કિરણ બેદી

  • આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આ ઘટનામાં ભાજપના એક નેતા મનોજ મિત્ત પણ સામેલ છે.

નવીદિલ્હી,

દિલ્લીના સુલતાનપુરીના કાંઝાવાલા વિસ્તારમાં સ્કૂટી પર સવાર ૨૦ વર્ષીય યુવતી અંજલિને કારથી ૧૨ કિલોમીટર સુધી ઢસડ્યા બાદ થયેલ મોતના કેસે સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. હવે આ મામલે પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ દિલ્લી પોલીસને પોતાની રિસ્પૉન્સ સિસ્ટમ વધુ સુદ્રઢ કરવાનુ કહ્યુ. આ ઉપરાંત તેમણે દિલ્લી પોલીસ પર ઘણા સવાલો ઉઠાવ્યા છે.

પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ કહ્યુ કે જે રીતેઅંજલિ ન્યૂ યર પાર્ટીમાં હાજરી આપીને ઘરે જઈ રહી હતી અને રસ્તામાં કાર સવારોએ તેને ઘણા કિલોમીટર સુધી ઢસડી હતી તેનાથી સમગ્ર દેશ સ્તબ્ધ છે. આ ઘટના પર કિરણ બેદીએ કહ્યુ કે આનાથી સ્પષ્ટ થાય છે કે દિલ્લી પોલીસની રિસ્પૉન્સ સિસ્ટમ કેટલા વિલંબથી કામ કરે છે, લોકોને કાયદાનો કોઈ ડર નથી. વળી, પોલીસ સિવિક એજન્સીઓને સવાલ કરી શકી નથી.

કિરણ બેદીએ કહ્યુ કે આ ઘટનામાંથી મુખ્યત્વે ૩ બાબતો બહાર આવે છે, પહેલી એ છે કે પોલીસની પ્રતિક્રિયા પ્રણાલીમાં વિલંબ થયો હતો. બીજુ, લોકોમાં કાયદાનો ભય નથી અને ત્રીજુ, નાગરિક એજન્સીઓ સાથે એકીકરણનો અભાવ. કિરણ બેદીએ કહ્યુ કે જો રસ્તા પર લાઇટ નથી તો તેની જાણ કોણ કરશે. નોંધનીય છે કે રવિવારે ૨૦ વર્ષની અંજલિને મારુતિ બલેનોએ ટક્કર મારી હતી અને પછી તેને કેટલાય કિલોમીટર સુધી ઢસડી હતી. આ ઘટના દિલ્લીના સુલતાનપુરી વિસ્તારમાં બની હતી.

અંજલિની દોસ્ત પોલીસે આ કેસમાં દીપક ખન્ના, મનોજ મિત્તલ, અમિત ખન્ના, મિથુન અને કિશન નામના પાંચ આરોપીઓની ઓળખ કરી છે. આ લોકોની પોલીસે ધરપકડ કરી છે. એવુ માનવામાં આવે છે કે આરોપીઓ દારૂના નશામાં હતા. આરોપીઓનુ કહેવુ છે કે અમને ખબર ન હતી કે મહિલા કારમાં ફસાઈ છે. અંજલિની સાથે તેની મિત્ર નિધિ પણ હતી. તેનુ કહેવુ છે કે તેણે બૂમો પાડી હતી પરંતુ કાર રોકાઈ નહિ, આ લોકોએ તેને જાણી જોઈને મારી છે.

તમને જણાવી દઈએ કે મંગળવારે રાત્રે અંજલિના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. કડક સુરક્ષા વચ્ચે અંજલિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઓટોપ્સી રિપોર્ટ મુજબ અંજલિ સાથે કોઈ પ્રકારનુ યૌન શોષણ થયુ નથી. તેના પ્રાઈવેટ પાર્ટ પર કોઈ ઈજા નથી, જે પણ ઈજાના નિશાન છે તે રસ્તા પર ઢસડાવાના કારણે છે. આ ઘટના બાદ દેશની રાજધાનીમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આ ઘટનામાં ભાજપના એક નેતા મનોજ મિત્ત પણ સામેલ છે. તેઓ ભાજપના સભ્ય છે.