- છેલ્લા દોઢ મહિનાથી વીજ કર્મચારીઓની સંઘર્ષ સમિતિ કંપનીઓના ખાનગીકરણ સામે આંદોલન ચલાવી રહી છે.
મુંબઇ,
આજે (૪ જાન્યુઆરી, બુધવાર) મધ્યરાત્રિ થી મહારાષ્ટ્રની મહાવિતરણ અને પુરવઠા કંપનીઓના ૮૬ હજાર વીજ કર્મચારીઓ, અધિકારીઓ અને એન્જિનિયરો હડતાળ પર ઉતરી ગયા છે. જેના કારણે અડધો ડઝન જિલ્લાઓમાં લાઇટો ગુલ થઇ ગઇ છે. અન્ય જિલ્લાઓમાં પાવર કટની સમસ્યા સામે આવી રહી છે. હાલ આ હડતાળ ૭૨ કલાકની છે. આ કર્મચારીઓ વીજ કંપનીઓના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે વિજળી કર્મચારીઓ અને અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક છે. આ બેઠકમાં કર્મચારીઓનું આગામી સ્ટેન્ડ સ્પષ્ટ થશે.
આ પહેલા સોમવારે (૨ જાન્યુઆરી) વીજ કર્મચારીઓની સંઘર્ષ સમિતિના મુખ્ય ઉર્જા સચિવ અને ત્રણેય કંપનીઓના પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોઈ નક્કર ખાતરી ન મળવાને કારણે વીજ ઉદ્યોગના કર્મચારી સંગઠનોની સંઘર્ષ સમિતિએ ૩ જાન્યુઆરીની મધરાતથી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો.
છેલ્લા દોઢ મહિનાથી વીજ કર્મચારીઓની સંઘર્ષ સમિતિ કંપનીઓના ખાનગીકરણ સામે આંદોલન ચલાવી રહી છે. નાગપુરમાં, જ્યારે વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થવાનું હતું, ત્યારે ૩૫,૦૦૦ વીજ કર્મચારીઓએ વિધાનસભાની બહાર વિરોધ માર્ચ કાઢી હતી. કર્મચારીઓને જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર અદાણી ગ્રુપને વીજળીના વિતરણ માટે પરવાનગી આપવા જઈ રહી છે. કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના જાલનામાં જમીન ફાળવણી મુદ્દે સરકાર સામે વિરોધમાં ઉતરેલા ખેડુતે પોતાની જાતને માટીમાં દાટી દીધી હતી. તેનો આક્ષેપ છે કે કરમવીર દાદાસાહેબ ગાયકવાડ સબલીકરણ સ્વાભિમાન યોજના હેઠળ વર્ષ ૨૦૧૯માં બે એકર જમીન આપવામાં આવી હતી પરંતુ તેમને હજી સુધી તે જમીન મળી નથી. ૨૦૧૯થી તે સરકારી કચેરીઓનો ફરતા- ફરતા તે થાકી ગયા છે અને હવે તે અનોખી પદ્ધતિથી વિરોધ પ્રદર્શન કરે છે. તેમને જણાવ્યું કે તે જમીનની બહાર ત્યારે જ આવશે જ્યારે તેમને જમીન પર હક મળશે.
મહારાષ્ટ્રમાં ૨ જાન્યુઆરીએ રેસિડેન્ટ ડોક્ટરોએ તેમની માગણીઓ પૂરી કરવા માટે હડતાળ પર ઉતર્યા હતાં. જે ૩ જાન્યુઆરીએ રેસિડેન્ટ ડોક્ટરોએ તેમની હડતાલ પૂરી કરી છે. મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર ગિરીશ મહાજન સાથેની બેઠક બાદ ડોક્ટરોની હડતાળ સમેટાઈ હતી. આ હડતાલનું આયોજન મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા કરવામા આવ્યું હતું. ગિરીશ મહાજને, મેડિકલ એસોસિયનને ૨ દિવસમાં ૧ હજાર ૪૩૨ જગ્યાની ભરતી કરવાનું આશ્ર્વાસન આપ્યું છે.
આ ભરતી પ્રક્રિયા માત્ર ૨ દિવસમા કરવામાં આવશે. આ બાબત અંગે મંત્રી મહાજને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્રારા ૫૦૦ કરોડની માગણી કરવામા આવી છે. જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા ખાનગી સંસ્થાઓ અને કંપનીઓને હોસ્ટેલ તૈયાર કરવામાં મદદ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. હવે ટૂંક સમયમા જ મેડિકલ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધાની પૂરી પાડવામા આવશે અને તેમની માગણી સંતોષવામા આવશે.