બિહારમાં જગલ રાજની વાપસી થઇ ગઇ છે : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા

પટણા,

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાએ નીતીશ સરકાર પર ભારે પ્રહારો કર્યા છે.નડ્ડાએ કહ્યું કે બિહારમાં જંગલ રાજની વાપસી થઇ ગઇ છે.કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પુરી રીતે ચરમાઇ ગઇ છે.નડ્ડાએ વૈશાલીના પેરૂ હાઇસ્કુલમાં એક જાહેરસભાને સંબોધિત કરતા આ વાત કહી હતી.

તેમણે નીતીશકુમાર પર પ્રહારો કરતા કહ્યું કે નીતીશકુમારે બિહારની જનતાને દગો આપ્યો છે.જનાદેશનું અપમાન કર્યું નડ્ડાએ કહ્યું કે નીતીશજીએ જે પણ નિર્ણય કર્યો છે તે તેમને મુબારક તે જાણે છે કે તેમણે આમ કેમ કર્યું તેમણે બિહારની જનતાના જનાદેશનો અનાદાર કર્યો છે અપમાન કર્યું છે અને તેમણે બિહારની જનતાની સાથે છેંતરપીડી કરી છે. પ્રજાતાંત્રિક રીતે તેનો જવાબ આપવામાં આવશે

જે પી નડ્ડાએ સંબોધનમાં કેન્દ્રમાં મોદી સરકારની ઉપલબ્ધીઓનો પણ ઉલ્લેખ કર્યો અને વિરોધ પક્ષો પર પ્રહારો કર્યા હતાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી રહ્યાં હતાં કે દેશના વડાપ્રધાન લાલ કિલાથી શૌચાલયની વાત કરી રહ્યાં છે કોંગ્રેસી એટલા માટે મજાક ઉડાવી રહ્યાં હતાં કારણ કે તેમણે ગરીબી જોઇ નથી આજે ૧૨ કરોડ બેનોને ઇજ્જત ધર નરેન્દ્ર મોદીએ આપ્યા છે.