ઓવૈસીના ગઢમાં સેંધ લગાવવા માટે કોંગ્રેસ હૈદરાબાદમાં ઓફિસ ખોલી

હૈદરાબાદ,

કોંગ્રેસે હૈદરાબાદના ચારમીનાર વિસ્તારમાં પહેલીવાર પોતાની ઓફિસ ખોલી છે.હૈદરાબાદના વર્તમાન સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમની (એઆઇએમઆઇએમ)નો ગઢ માનવામાં આવી છે. એઆઇએમઆઇએમ લાંબા સમયથી અહીં જીતી રહી છે જેના કારણે કોંગ્રેસ અહીં પોતાની ઓફિસ ખોલવાની યોજના ટાળતી હતી

ચારમીનાર બેઠક એઆઇએમઆઇએમનો દબદબો તો છે પરંતુ અહેવાલો એ પણ છે કે યુવા આ પાર્ટીથી નારાજ ચાલી રહ્યાં છે.જેના કારણે કોંગ્રેસનું યાન આ મત બેન્કને પોતાની પાસે લાવવામાં કામ કરી રહી છે.આ ઉપરાંત કોંગ્રેસની યોજના ભાજપના વિજય રથ પર અંકુશ લગાવવાનો પણ છે. આથી કોંગ્રેસ પાર્ટી પોતાનો વિસ્તાર કરવામાં લાગી છે.

એક અહેવાલ એ પણ છે કે એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ નોટબંધી પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇ નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે મારૂ સુચન છે કે વડાપ્રધાન મોદી નોટબંધી દિવસ મનાવે તેઓ હગવે કેમ મનાવતા નથી આ એટલા માટે કારણ કે તે જાણે છે કે નોટબંધીના કારણે પ્લંબર ડ્રાઇવર કલાકાર વિજળી જેવા અનેક લોકો તબાહ થઇ ગયા છે.

ઓવૈસીએ કહ્યું કે વડાપ્રધાન મોદી અને તેમની સરકારે નોટબંધી માટે સામાજિક અને રાજનીતિક જવાબદારી લેવી જોઇએ અજીમ પ્રેમજી યુનિવસટીના રિપોર્ટ અનુસાર ૫૦ લાખ લોકોની નોકરી જતી રહી અને ૧૦૦ લોકોના મોત થયા છે. પીએમ મોદીએ ભારતની વર્કફોર્સને નાનો કરી દીધો છે.