હું આ ટીમને મુશ્કેલ સ્થિતીમાં નાંખવા ઈચ્છુ છું, કારણ કે તેનાથી અમને મોટી મેચોમાં મદદ મળશે. : હાર્દિક પંડયા

મુંબઇ,

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી૨૦ શ્રેણીની મેચ રોમાંચક રહી હતી. મેચમાં ચઢાવ ઉતારની સ્થિતી જોવા મળી હતી. અંતિમ બોલ સુધી મેચનો રોમાંચ જબરદસ્ત રહ્યો હતો. ભારતે શ્રીલંકાને વાનખેડેમામાં રમાયેલી સિરીઝની પ્રથમ ટી૨૦ મેચમાં ૨ રનથી હાર આપી ૧-૦ થી સરસાઈ મેળવી હતી. દિલધડક અંતિમ ઓવર અક્ષર પટેલ સોંપવાને લઈ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠવા લાગ્યા હતા. જોકે મેચમાં દાવ ગમે તે ખેલાયો હોય પરંતુ પરિણામ જોવામાં આવે છે. આમ જીત બાદ અક્ષરને લઈ ખેલાયેલા અંતિમ ઓવરના દાવનો ખુલાસો કર્યો હતો.

અંતિમ ઓવરમાં શ્રીલંકાને ૧૩ રનની જરુર હતી, જ્યારે હાથ પર માત્ર ૨ વિકેટ રહી હતી. મેચ રોમાંચક સ્થિતીમાં હતી. આ સ્થિતીમાં બોલ અક્ષર પટેલના હાથમાં સોંપવામાં આવ્યો હતો. અક્ષરે ઓવરની શરુઆત વાઈડ સાથે કરી હતી. જોકે અંતમાં શ્રીલંકા ૧૬૦ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયુ હતુ.

ભારતીય ટીમે મેચ જીતી લીધા બાદ સુકાની હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરને લઈ વાત કહી હતી. હાર્દિક પંડ્યાએ મેચમાં સારા નિર્ણયો થકી ઉતાર ચડાવ બાદ મેચને પોતાના પક્ષમાં લઈ આવવા સફળ રહ્યો હતો. તેણે મેચમાં બેટ, બોલ અને ફિલ્ડીંગથી ભૂમિકા ભજવનારા ખેલાડીઓની પ્રશંસા કરી હતી. આ દરમિયાન તેણે અક્ષર પટલને અંતિમ ઓવર માટે પસંદ કરવાને લઈને વાત કહી હતી.

પંડ્યાએ કહ્યુ હતુ કે, “હું આ ટીમને મુશ્કેલ સ્થિતીમાં નાંખવા ઈચ્છુ છું, કારણ કે તેનાથી અમને મોટી મેચોમાં મદદ મળશે. અમે દ્વિ-પક્ષીય સ્તર પર ખુબ સારા છીએ. હવે અમે આ રીતે પોતાને પડકાર આપવા માંગીએ છીએ. સાચુ કહુ તો, તમામ યુવા ખેલાડીઓએ અમને આજે અમને આ સ્થિતીમાંથી બહાર નિકાળ્યા છે”.

શિવમ માવીએ વાનખેડેમાં ડેબ્યૂ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે ૪ ઓવરમાં ૨૨ રન ગુમાવીને ૪ વિકેટ ઝડપી હતી. તેણે ડેબ્યૂ મેચમાં જબરદસ્ત દેખાવ કર્યો હતો. મેચમાં તેની બોલિંગ પ્રભાવિત કરનારી હતી. માવીની બોલિંગને લઈને મેચ બાદ ટીમ ઈન્ડિયાનુ સિરીઝમાં સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ વખાણ કર્યા હતા. તેણે કહ્યુ હતુ કે, હું જાણુ છું કે તેની તાકાત શુ છે. શ્રીલંક ટીમ અંતિમ ઓવરના અંતિમ બોલ પર સમેટાઈ ગઈ હતી. શ્રીલંકન ટીમને ઓલઆઉટ કરવામાં શિવમ માવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિકે તેની બોલિંગ ને લઈ વાત કરતા મેચ બાદ કહ્યુ હતુ કે, “આજે બોલિંગ પહેલા વાતચિત સાધારણ હતી. મે એને આઈપીએલમાં સારી બોલિંગ કરતા જોયો છે અને મને ખ્યાલ છે કે તેની તાકાત શુ છે. મે તેને કહ્યુ છે કે, પોતાના પર ભરોસો કરો. ચિંતા ના કરીશ”. જ્યારે પોતાની બોલિંગ વિશે કહ્યુ હતુ કે, “પોતાની બોલિંગ માટે પણ કામ કર્યુ છે. મે તેના (ઈનસ્વિંગર) પર પણ કામ કર્યુ છે. હું નેટમાં બોલિંગ કરી રહ્યો છું અને મને નવા બોલથી બોલિંગ કરવાનુ પસંદ છે”.