’સરકાર ૪’ અને ’ ધ બિગ બુલ ૨’થી અભિષેક કરશે ધમાકેદાર એન્ટ્રી

મુંબઇ,

શેર બજારના કૌભાંડી હર્ષદ મહેતાના જીવન પર આધારિત ફિલ્મ ’બિગ બુલ’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. ફિલ્મ અને ફિલ્મમાં અભિષેકની અદાકારીને વખાણવામાં આવી હતી. ફિલ્મને મળેલા પોઝિટિવ રિસ્પોન્સને જોતાં મેર્ક્સે વધુ એક પાર્ટ બનાવવાની ઘોષણા કરી છે. ફિલ્મના પ્રોડ્યુસર આનંદ પંડિતે જણાવ્યું હતું કે, તેઓ અભિષેક બચ્ચન સ્ટારર ’ધ બિગ બુલ’ અને ગેંગસ્ટરના જીવન પર આધારિત ફિલ્મ ’સરકાર’નો ચોથો ભાગ ’સરકાર ૪’ પણ બનાવવા જઈ રહ્યા છે.

’સરકાર’ સિરીઝની વધુ એક ફિલ્મ વિશે વાત તેમણે જણાવ્યું હતું કે, અમે બે-ત્રણ ફ્રેન્ચાઈઝી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. ’ધ બિગ બુલ ૨’ પર કામ શરુ થઈ ગયું છે. અમે ફિલ્મના કોન્સપ્ટને લગતાં પુસ્તકોના અધિકારો ખરીદવાની પ્રક્રિયામાં છીએ. અમે આગામી કૌભાંડ પર આધારિત ફિલ્મ વિશે ટૂંક સમયમાં જ માહિતી શેર કરીશું. રૂ જો કે, આનંદ ફિલ્મના કાસ્ટિંગ વિશે મૌન રહ્યા છે, પરંતુ અભિષેક બચ્ચન ફરી એકવાર બંને ફિલ્મની સિક્વલમાં નજર આવશે. કાસ્ટિંગ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, હું અભિષેક બચ્ચન સાથે કામ કરવાનું પસંદ કરીશ, તે એક સારા અભિનેતા છે, પરંતુ અમે સ્ક્રિપ્ટના આધારે ફિલ્મ માટે એક્ટર્સની કરીશું.