લંડન,
બ્રિટનના એક સિનિયર હેલ્થ ઓફિસરે જણાવ્યું કે ઇમરજન્સી સર્વિસીસ ન મળતા દર અઠવાડિયે ૩૦૦થી ૫૦૦ મોત થઇ રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાયની અછત છે. સાથોસાથ ખતરનાક લૂ પણ ફેલાયો છે. દર્દીઓના હોસ્પિટલાઇઝેશન માટે ૧૨ કલાકથી પણ વધારે વેઇટિંગ છે. યૂક્રેનમાં પણ હાલત ખરાબ છે. યૂક્રેનમાં કોરોનાથી દર અઠવાડિયે ૫૦થી ૭૦ મોત થઇ રહ્યા છે. ૯૦% મૃતકો ૬૦ વર્ષથી વધુ ઉંમરના છે. કોરોના સંક્રમણ અને હોસ્પિટલાઇઝેશનનું પ્રમાણ વધી રહ્યું છે.
અમેરિકામાં કોવિડ-૧૯ વાઇરસનો નવો સબ-વેરિઅન્ટ ઠમ્મ્.૧.૫ મળ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો વેરિઅન્ટ મનાય છે. તે બે વેરિઅન્ટ ફરી ભેગા થવાથી બન્યો છે અને અગાઉના વેરિઅન્ટથી ૧૦૪ ગણો ઝડપથી ફેલાય છે.
ચીનથી આવતા પ્રવાસીઓ માટે અત્યાર સુધીમાં ૧૩ દેશ કોવિડ નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી ચૂક્યા છે, જેમાં ભારત, અમેરિકા, બ્રિટન, જાપાન, ઇઝરાયેલ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, સ્પેન, ઇટાલી, દક્ષિણ કોરિયા, તાઇવાન અને પાકિસ્તાન સામેલ છે. મોરોક્કોએ તો ચીનથી આવતા લોકો ઉપર ગઇકાલથી બૅન જ લગાવી દીધો છે.