બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક મદદ કરી રહી છે મોદી સરકાર, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો ફાયદો

જો તમારી પાસે કામ કરવા માટે કોઈ ખાસ પ્રકારનું કૌશલ છે તો આ સમાચાર માત્ર અને માત્ર તમારા માટે જ છે. ખરેખર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર એવા યુવાનો માટે જે પોતાના ખુદનો જ કોઈ બિઝનેસ શરૂ કરવા માગે છે, તો PMEGP યોજના થકી તેમની મદદ કરે છે. આ યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તારના યુવાનોને સ્વયંનો રોજગાર શરૂ કરવામાં મદદ કરે છે.

લોન પર સબ્સિડી આપે છે સરકાર

સરકારનો ઉદ્દેશ્ય આ યોજના થકી યુવાનોને ગામથી શહેરની તરફ પલાયન કરતા રોકવાનો છે. સરકાર આ યોજના થકી આર્થિક રૂપથી નબળા હુનરમંદ લોકોની મદદ કરે છે. PMEGP એક ક્રેડિટ લિંક્ડ સબ્સિડી પ્રોગ્રામ છે. જેની હેઠળ સરકાર લોનની ઉપર સબ્સિડી આપે છે. મતલબ એ છે કે, સરકાર તમારા દ્વારા લેવામાં આવેલ લોનનો કેટલોક ભાગ સરકાર ચૂકવે છે.

ક્યારે થઈ હતી આ યોજનાની શરૂઆત

ભારત સરકારના સૂક્ષ્‍મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) થકી આ યોજનાનુ સંચાલન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 15 ઓગષ્ટની નોડલ એજન્સી છે. KVIC રાજ્યોમાં રાજ્ય ખાદી અને ગ્રામ ઉદ્યોગ નિર્દેશાલય, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને બેન્ક અને ગેર બેન્કિગ નાણાકિય સંસ્થાઓ થકી યુવાનોને રોજગાર સ્થાપિત કરવામાં સહાયતા કરે છે.

કેટલી મળે છે આર્થિક સહાયતા

આ યોજના અંતર્ગત ઉત્પાદન આધારિત ઈંડસ્ટ્રી સ્થાપિત કરવા માટે મહત્તમ 25 લાખ રૂપિયા સુધીનો બિઝનેસ સ્થાપિત કરવામાં આવ્યો છે. તો બિઝનેસ અથવા સેવા ક્ષેત્ર આધારિત બિઝનેસ માટે 10 લાખ રૂપિયા સુધીની કરજ મળે છે. આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે, સ્વીકૃત કરવામાં આવેલ કરજનો કેટલોક ભાગ સરકાર અને મુખ્ય બેન્ક તરફથી ક્ષેત્રના સમાન્ય અરજદારોને 25 ટકાની ચૂકવણી કરવામાં આવે છે. શહેરી ક્ષેત્રના પછાત અરજદાર (મહિલા/ SC/ST/OBC/અલ્પસંખ્યક/શારીરિક વિકલાંગ/EX-Servicemen)ને 25 ટકા અને ગ્રામીણ ક્ષેત્રના પછાત અરજદારોને 35 ટકાની ચૂકવણી કરવામાં આવે છે.

PMEGP માટે કોણ કરી શકે છે અરજી

18 વર્ષથી મહત્તમ ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક PMEGP ની હેઠળ કરજ માટે અરજી કરી શકે છે. જોકે, તેમાં એક પરિવાર પાસેથી માત્ર એક જ વ્યક્તિ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. એક પરિવારમાં માત્ર પતિ અને પત્નીને જ સામેલ કરી શકાય છે. માતા-પિતા, પુત્ર અથવા પુત્રીઓને સામેલ કરી શકાય નહી. 10 લાખ રૂપિયાથી વધુના ઉત્પાદન યૂનિટ લગાવવા માટે અરજદારને ધોરણ 8 પાસ હોવુ ફરજિયાત છે. જ્યારે કે, 5 લાખ રૂપિયાની યૂનિટ માટે 8 પાસ હોવુ જરૂરી છે.

કેવી રીત બિઝનેસ કરી શકશો શરૂ

કૃષિ ઉત્પાદનો પર આધારિત ફૂડ પ્રોસેસિંગ, વન ઉત્પાદો પર આધારિત બિઝનેસ, મિનરલ અથવા ખનિજ આધારિત ઉત્પાદ, પોલિમર અને રાસાયણિક આધઆરિત ઉત્પાદ, રૂરલ એન્જીનિયરિંગ અને બાયોટેક બિઝનેસ, હાથથી બનાવવામાં આવેલ કાગળ અને ફાઈબરના પ્રોડક્ટ, સૂતરાઉ અથવા કપડા ટેક્સટાઈલ આધારિત બિઝનેસ સર્વિસ સેક્ટર અને સેવાક્ષેત્ર સાથે જોડાયેલ બિઝનેસમાં હાથ અજમાવી શકે છે.