ગોધરા,
ગોધરા શહેરના સમસ્ત જૈન સંધ દ્વારા પાલીતાણા ખાતે અસામજીક તત્વો દ્વારા કરાયેલી તોડફોડ મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવા તેમજ સમેત શિખરને પર્યટન સ્થળ બનતું અટકાવવા માટે રેલી યોજીને જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું.
ગોધરા શહેર સમસ્ત જૈન સંધ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજય મહાતીર્થ ખાતે અસામાજીક તત્વો દ્વારા ધાર્મિક સ્થળોએ તોડફોડના વિરોધ કરવામાં આવ્યો હતો અને ધટનામાં સંડોવાયેલ જવાબદાર તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ધટના પૂન: ન બને તે માટે કાર્યવાહી કરવા માટે જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું સાથે સરકાર દ્વારા ઝારખંડ રાજ્યમાં આવેલ જૈનોના પવિત્ર તીર્થધામ સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના અભિગમનો વિરોધ કરવામાં આવ્યો. જો સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો સમેત શિખર ખાતે માંસ અને મદિરાનું સેવન અને વેચાણ શરૂ થઈ જશે. જેનાથી જૈન સમાજની લાગણી દુભાવા તેમ છે. તેના વિરોધમાં ગોધરાના સમસ્ત જૈન સંધ દ્વારા શાન્તિનાથની જૈન દેરાસર ખાતેથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં જીલ્લાભરમાંથી મોટી સંખ્યામાં જૈન સંપ્રદાયના સાધ્વી સહિત સમાજના અગ્રણીઓ, બાળકો, વૃધ્ધો પણ રેલીમાં જોડાઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી જીલ્લા કલેકટર કચેરી ખાતે આવીને આવેદનપત્ર આપીને પાલીતાણામાં તોડફોડ અને સમેત શિખર પર્યટન સ્થળના મુદ્દે કાર્યવાહીની માંગ કરાઈ.