હાલોલ,
હાલોલ તાલુકાના બેઢીયાપુરા ગામે બહેન-બનેવીના ધરે આવેલો ઈસમ બાપોટીયા ગામે જઈને આવુ છે કહીને જતો રહ્યો હતો. બીજા દિવસે તેની લાશ મળતા પોલીસે અજાણ્યા ઈસમ હત્યાનો ગુનો નોંધી હત્યા અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
હાલોલ તાલુકાના બેઢીયાપુરા ગામે રહેતા હસમુખ રૂપસિંગ નાયક તા.1લીના રોજ બેઢીયાપુરા આવ્યો હતો. બપોરના સુમારે સુરેશ જાઉં છુ તેમ કહી નીકળ્યા હતા. મોડીરાત સુધી તેઓ ધરે આવ્યા ન હતા. બીજા દિવસે સવારે સરપંચે ફરિયાદો હસમુખ નાયકને જણાવ્યુ હતુ કે, બપોટિયાના જંગલમાં એક ઈસમની લાશ છે અને તેને મોઢાના ભાગે તિક્ષ્ણ પથ્થરના ધા મારી મોત નીપજાવ્યુ છે. તપાસ કરતા જોયુ તો તે સુરેશ નાયક હતો. જેથી બનાવ અંગે પાવાગઢ પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. અને અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ.કરાવી તેના પરિવારને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.