ઉત્તર પ્રદેશ સ્થિત હાથરસ (Hathras Case)માં કથિત ગેંગરેપ પછી રાજનૈતિક દળોના પ્રતિનિધિમંડળોની અવર જવર પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની (Smriti Irani)એ ટિપ્પણી કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે ફરી ટ્વિટ કરીને કહ્યું કે તે હાથરસ જશે. અને દુનિયાની કોઇ પણ તાકાત તેમની રોકી નહી શકે. કોંગ્રેસ નેતાની આ યાત્રા પર ઇરાનીએ કહ્યું કે લોકો કોંગ્રેસની રણનીતિ વિષે જાણે છે માટે જ 2019ની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. લોકો સમજે છે કે તેમની આ હાથરસ યાત્રા તેમની રાજનીતિ માટે છે. પીડિતને ન્યાય અપાવવા માટે નહીં’
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટી સાંસદાનું એક પ્રતિનિધિમંડળ આજે હાથરસમાં કથિત સામૂહિક દુષ્કર્મ મામલે પીડિતાના પરિવારથી મળવા માટે નીકળી ચૂકયું છે. આ સંદર્ભ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે તે દુખી પરિવારને મળવા જઇ રહ્યા છે અને આ માટે દુનિયાની કોઇ પણ તાકાત તેમને રોકી નહીં શકે.
કોંગ્રેસનો આરોપ છે કે યોગી સરકારે પીડિત પરિવારને ન્યાયથી વંચિત રાખ્યું છે. આ સમગ્ર મામલાને છુપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની તરફથી કહ્યું કે રાજ્યની ભાજપની સરકાર પીડિત પરિવારની સાથે અન્યાય કરી રહી છે. જે અમે નહીં સ્વીકારીએ. અને કોંગ્રેસ આ લડાઇ ત્યાં સુધી લડશે જ્યાં સુધી પીડિતના પરિવારને ન્યાય નથી મળતો. વધુ વાંચો : Atal Tunnel Rohtang : ફક્ત છ વર્ષમાં અમે 26 વર્ષનું કામ પૂરું કર્યું છે, આ ટનલ તે વાતનો પુરાવો છે: PM મોદી
આ પહેલા ગત ગુરુવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાને ગુરુવારે હાથરસ જતા રોક્યા હતા અને ત્યાં પોલીસ સાથે થયેલી ધક્કા મુક્કીમાં રાહુલ ગાંધી પડી ગયા હતા. તે પછી રાહુલ અને પ્રિયંકાએ રાજ્યમાં જંગલરાજ્ય હોવાની અને પોલીસ પર લાઠી ચલાવાનો આરોપ લગાવ્યો હતો. અને કહ્યું હતું કે અહંકારી સરકારની લાઠીઓ અમને રોકી નહીં શકે.
રાહુલે ટ્વિટ કરીને કહ્યું કે આ પ્રેમાળ બાળકી અને તેના પરિવારની સાથે યુપી સરકાર અને તેની પોલીસે દુવ્યહાર મને સ્વીકાર નથી. કોઇ પણ ભારતીયે આ વાત સ્વીકાર ન કરવી જોઇએ” પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ મુજબ રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસના અનેક સાંસદ હાથરસ જશે અને પરિવાર સાથે મુલાકાત કરશે. ઉલ્લેખની છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના કાફલો હાથરસ જવા રવાના થઇ ચૂક્યો છે.