પઠાન’નું ટાઇટલ બદલાશે : કેઆરકેનો દાવો

મુંબઈ,

વિવાદની વચ્ચે શાહરુખ ખાનની ફિલ્મ ’પઠાન’ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થવા માટે તૈયાર છે. હવે સેલ્ફ ક્લેમ્ડ ક્રિટિક કેઆરકે એટલે કે કમાલ આર ખાને ફિલ્મ અંગે એક દાવો કર્યો છે. કમાલ ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે શાહરુખ ખાનની આ ફિલ્મનું નામ બદલવામાં આવશે. આટલું જ નહીં તેણે એમ પણ કહ્યું હતું કે મેર્ક્સ ફિલ્મની રિલીઝ ડેટ બદલવાનું વિચારી રહ્યા છે.

’પઠાન’નું ટાઇટલ બદલાશે કમાલ ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ’આ કન્ફર્મ છે કે ’પઠાન’નું ટાઇટલ ચેન્જ થશે. ગીતમાં ભગવા રંગની બિકીની જોવા મળશે નહીં. મેર્ક્સ રિલીઝ ડેટ ચેન્જ કરવાનું વિચારી રહ્યા છે. ફિલ્મની નવી રિલીઝ ડેટ આજકાલમાં આવશે.’

કમાલ ખાને કહ્યું હતું, ’પઠાન’નું ટ્રેલર રિલીઝ થયું નહીં. આ પુરાવો છે કે મેં થોડાં દિવસ પહેલાં જે વાત કરી હતી તે સાચી છે. શાહરુખે ફિલ્મનું ટાઇટલ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો છે. મેં તો ફિલ્મની જાહેરાત થઈ ત્યારે જ કહ્યું હતું કે ટાઇટલ ખોટું છે, પરંતુ શાહરુખે ત્યારે મારી વાત માની નહીં. હવે તે મારી વાત માનવા મજબૂર થયો છે.’ નોંધનીય છે કે કમાલ ખાન ઘણાં સમયથી ફિલ્મની રિલીઝ ડેટ ને ટાઇટલ ચેન્જ થશે તેવો દાવો કરે છે.

યુઝર્સે કમાલ ખાનની પોસ્ટ પર કમેન્ટ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે જો રિલીઝ ડેટ પોસ્ટપોન ના થઈ તો તમે ફિલ્મ રિવ્યૂ આપવાનો બંધ કરી દેજો.’ અન્ય એકે કહ્યું હતું કે આવું કંઈ જ થવાનું નથી. ત્રીજાએ કમેન્ટ કરી હતી કે ’પઠાન’નું નામ ચેન્જ થશે નહીં.

સીબીએફસીના ચેરપર્સન પ્રસૂન જોષીએ કહ્યું હતું, ’અમે મેર્ક્સને કહ્યું છે કે ફિલ્મ રિલીઝ પહેલાં રિવાઇઝ્ડ વર્ઝન સબમિટ કરે.’ સેન્સર બોર્ડ ફિલ્મ જોયા બાદ આ ફેરફારના સૂચનો આપ્યા છે. વધુમાં પ્રસૂન જોષીએ ’પઠાન’ અંગે કહ્યું હતું, ’સેન્સર બોર્ડ હંમેશાંથી જ ક્રિએટિવિટી તથા દર્શકોની સંવેદનશીલતાની વચ્ચે બેલેન્સ બનાવીને રાખે છે. અમને વિશ્ર્વાસ છે કે વાતચીતના માધ્યમથી અમે કોઈને કોઈ રસ્તા કાઢી લઈશું.’ ઉલ્લેખનયી છે કે આ ફિલ્મ આવતા વર્ષે ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થશે.

પ્રસૂન જોષીએ કહ્યું હતું, ’હાલમાં જ ફિલ્મ ’પઠાન’ અમારી પાસે એક્ઝામિનેશન માટે આવી હતી. આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હું ફરી કહેવા માગીશ કે આપણી સંસ્કૃતિ તથા માન્યતા મહાન છે. આપણે આ અંગે ઘણાં જ સાવચેત રહેવાની જરૂર છે કે બેકારની વાતોથી આ પ્રભાવિત ના થાય.