ગાઝિયાબાદ,
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારની હેઠળ આવતા ભૂતખેડી ગામમાં રવિવારે કેટલાક અજાણ્યા લોકોએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને નુક્સાન પહોંચાડતાં લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.
સર્કલ ઑફિસર (બુઢાના) વિનય ગૌતમે ગઈ કાલે જણાવ્યું હતું કે નુક્સાન થયેલી પ્રતિમા બદલીને નવી પ્રતિમા મૂકવામાં આવશે. આ ઉપરાંત પ્રતિમાને ફરી નુક્સાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાં સમાજ વિરોધી તત્ત્વોને ઝડપવા સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવશે. પ્રતિમાને નુક્સાન પહોંચાડવા બદલ અજાણ્યા માણસો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તથા તેમની શોધ કરવામાં આવી રહી છે.
દરમ્યાન બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની તોડફોડથી રોષે ભરાયેલા લોકોએ દોષિતો સામે કાર્યવાહીની માગણી કરી છે. અધિકારીઓએ પ્રતિમા બદલવાની ખાતરી આપ્યા બાદ વિરોધર્ક્તાઓ શાંત પડ્યા હતા. આ વિસ્તારમાં સાવચેતીના પગલા રૂપે વધારાની પોલીસ તહેનાત કરી સુરક્ષા-વ્યવસ્થા વધારવામાં આવી છે.