નવીદિલ્હી,
ઝારખંડની સસ્પેન્ડેડ મહિલા આઇપીએસ ઓફિસર પૂજા સિંઘલને મંગળવારે સુપ્રીમ કોર્ટમાંથી એક મહિના માટે વચગાળાના જામીન મળ્યા છે. તેમને આ જામીન મેડિકલ ગ્રાઉન્ડ પર મળ્યા છે. સિંઘલને ૭ મહિના ૨૩ બાદ આ વચગાળાના જામીન મળ્યા છે. મનરેગા કૌભાંડ, પોતાની આવક કરતા વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો હેઠળ ઝારખંડના ખાણ અને ઉદ્યોગ સચિવ પૂજા સિંઘલની ઈડ્ઢ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે પૂજા સિંઘલને તેની બિમાર પુત્રીની દેખરેખ માટે એક મહિના માટે વચગાળાના જામીન આપ્યા છે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને અભય એસ ઓકાની બેન્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સિંઘલની મુખ્ય જામીન અરજી પર ત્રણ અઠવાડિયામાં જવાબ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. ઈડી તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું હતું કે, અરજી ખોટી છે અને તેમાં કોઈ દમ નથી. કાયદા અધિકારીએ કહ્યું કે, આવી દલીલોનો વિરોધ કરનાર હું છેલ્લો વ્યક્તિ હોઈશ.
સર્વોચ્ચ અદાલત જેણે હવે સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારીની અરજીને ૬ ફેબ્રુઆરીએ સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કેટલીક શરતો પણ લાદી છે જેમાં તે સહિત કે જ્યાં સુધી કોર્ટ કેસ શહેરમાં સુનાવણી માટે સૂચિબદ્ધ ન થાય ત્યાં સુધી તેઓ રાંચી નહીં જઈ શકે. ગત ૬ મેના રોજ ઈડ્ઢએ પૂજા સિંઘલ અને તેમના પતિના સરકારી આવાસ સહિત ઝારખંડ, બંગાળ, બિહાર, હરિયાણા અને રાજસ્થાનમાં કુલ ૨૫ ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન રોકડ સહિત આવક કરતા વધુ સંપત્તિ સાથે સબંધિત અનેક દસ્તાવેજ જપ્ત કર્યા બાદ પૂજાની ૧૧ મે ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.