પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને બાજવાએ પ્લેબોય કીધો,

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનેને રિટાયર્ડ આર્મી ચીફના જનરલ કમર જાવેદ બાજવાએ તેમની તાજેતરની એક બેઠકમાં પ્લે બોય કહી દેતા વિવાદ સર્જાયો છે. જે બેઠક આગાઉ ઈમરાનને પીએમ પદ્દ પરથી હટાવતા પહેલા મળી હતી જેમાં રિટાયર્ડ આર્મીના જવાને ઈમરાન ખાનને પ્લે બોય કહ્યા હતા તેમજ ઈમરાનનો એક વીડિયો અને ઓડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો જો કે જેને લઈને તે ઓડિયો તેમજ વીડિયો નકલી હોવાનો દાવો કર્યો છે.

પાકિસ્તાના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તેમના વાઈરલ થયેલ ઓડિયો તેમજ વીડિયોને લઈને પહલી વખત પ્રતિકિયા આપી છે. જે અંગે કહ્યુ હતુ કે ઓડિયો અને વીડિયો બનાવટી હોવાનું જણાવ્યુ છે, ઈમરાને એ વાતનો સ્વીકાર કરતા કહ્યું છે કે “હું પ્લેબોય રહી ચૂક્યો છું હું કોઈ દેવદૂત હોવાનો દાવો નથી કરી રહ્યો.”ઈમરાન ખાને સોમવારે લાહોર પોતાના નિવાસ સ્થાને યોજાયેલ એક પત્રકાર પરિષદમાં વાતચીત કરતા જણાવ્યું હતુ કે આપણે ખરાબ વીડિયો અને ઓડિયો દ્વારા યુવાનોને ખરાબ સંદેશો આપી રહ્યા છે. ત્યારે આવા ઓડિયો અને વીડિયોના માટે આડક્તરી રીતે તે રેકોર્ડ કરતી સંસ્થાને જવાબદાર ઠેરવી છે. તેમજ તેમને રિટાયર્ડ આર્મી ચીફના જનરલ કમર જાવેદ બાજવાએ પ્લે બોય કહેતા ઈમરાને તેમને ડબલ ગેમ રમી લોકોને ભડકાવતા હોવાની વાત કરી છે.

ઈમરાન ખાને કહ્યુ હતુ કે બાજવા સાવધાની સાથે મારી પીઠમાં ખંજર મારી શરીફને પ્રધાન મંત્રી બનાવી દીધા છે. આ સાથે ઈમરાને જનરલ બાજવાને સવસ એક્સટેન્સન આપવા બદલ દુખ વ્યક્ત કર્યુ છે. જણાવવું રહ્યું કે આ પહેલા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાઝા આસિફે પોતાના દેશના પૂર્વ કેપ્ટન અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર આરોપ લગાડ્યો હતો કે, તેમણે ભારત તરફથી મળેલા એક ગોલ્ડ મેડલને વેચી દીધો છે. જેમાં મેચમાં તેને આ મેડલ આપવામાં આવ્યો હતો તે બંન્ને દેશો સિવાય ભારતના મહાન બેટ્સેમન સચિન તેંડુલકર માટે ખુબ ખાસ હતો.

આ મેચ પછી, સન્માનના ચિહ્ન તરીકે, ક્રિકેટ ક્લબે પાકિસ્તાની ખેલાડીઓને ભેટ તરીકે ગોલ્ડ મેડલ આપ્યા. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે જિયો ટીવી પર એક કાર્યક્રમમાં ઈમરાન ખાન પર આરોપ લગાવ્યો હતો કે, તેમને થોડા રૂપિયામાં મેડલ વેચી દીધો છે. હજુ સુધી ઈમરાન ખાને આ મુદ્દે કંઈ કહ્યું નથી. જો કે, તેના પર ભૂતકાળમાં પણ વિદેશ પ્રવાસમાં મળેલી મોંઘી ભેટ વેચવાનો આરોપ છે.