રામ જન્મભૂમીના મુખ્ય પુજારીએ ભારત જોડો યાત્રાનું સમર્થન કર્યુ

અયોધ્યા,

કોગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી યાત્રા ચાર મહીના પુરા કરનાર છે. આ દરમિયાન હજારો કિલોમીટરની યાત્રા થઇ ગઇ છે. રામ જન્મભૂમિના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દેવે ભારત જોડો યાત્રાને સમર્થન કર્યુ છે. તેમણે કહ્યુ છે કે, તમારી દેશ જોડો યાત્રા સારી રીતે પૂર્ણ થાય. તમે જે લક્ષ્ય લઇને ચાલ્યા છો. તેમા તમને સફળતા મળે. દેશ હિતમાં તમે જે પણ કઇ કામ કરો તે સર્વજન હિતાય સર્વજન સુખાયની ભાવનાથી પ્રેરીત હોય રામલલાની કૃપા તમારા પર બની રહે.

જાનકી ઘાટના મહંત જન્મમેજય શરણે પણ ભારત જોડો યાત્રાનું સમર્થન કર્યુ છે. તેમણે રાહુલ ગાંધીને અગ્રીમ શુભકામના આપી છે. અને કહ્યુ છે કે, યાત્રા મંગલમય અને તમારા ઉદેશ્ય પૂર્ણ કરે. લક્ષ્ય તરફ તમારા કદમ અગ્રસર રહે., એવી મારી કામના છે.

ઓલ ઇન્ડીયા કોગ્રેસ સમિતિ મહાસચિવ કેસી વેણુગોપાલ અને જયરામ રમેશે કહ્યુ છે કે, ભારત જોડો યાત્રા ગત ચાર મહિનાથી લગભગ ૩,૧૨૨ કિલોમીટરની દૂરી નક્કી કરી ચૂકી છે. કન્યાકુમારીના ગંધી મંડપથી દિલ્હીના લાલા કિલ્લા સુધી પદયાત્રા કરી ચૂક્યા છે. રાહુલ ગાંધી૩૦ જાન્યુઆરીએ શ્રીનગરમાં રાષ્ટ્રીય વજ ફરકાવશે. ભારત જોડો યાત્રા પોતાના પહેલા ચરણમાં નવ રાજ્યો અને એખ કેન્દ્રશાસિત પ્રદેશમાથી પસાર થઇ ચૂકી છે. ૩ જાન્યુઆરીએ દિલ્હીથી આ યાત્રાની બીજા તબક્કાની શરુઆત થશે. અને ઉત્તર પરદેશમાં પ્રવેશ બાદ ૩૦ જાન્યુઆરી શ્રીનગર પદયાત્રા પૂરી થશે. રાહુલ ગાંધીના રાષ્ટ્રીય વજ ફરકાવ્યા બાદ ભારત જોડો યાત્રા સમાપ્ત થશે.