બંગાળમાં લેફ્ટ અને ભાજપ વચ્ચે કઈંક નવાજુની ચાલી રહી હોવાનો મમતાનો દાવો

  • અમારી વિચારધારા બીજેપી કરતા અલગ છે : સીપીઆઇ એમના સુજન ચક્રવર્તી.

કોલકતા,

પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજ્યમાં રામ-ડાબેરીઓ સાથે આવવાના દાવાને નકારી કાઢતા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ) એ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના વડા આવા આક્ષેપો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે સીપીઆઇ એમ સેન્ટ્રલ કમિટીના સભ્ય સુજન ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે મમતા બેનર્જીએ ભાજપને રાજકીય રીતે મદદ કરવા માટે ભગવા પક્ષ અને ડાબેરી પક્ષો વચ્ચે ગુપ્ત સમજૂતી વિશે ટિપ્પણી કરી હતી.

આ વર્ષે રાજ્યમાં યોજાનારી પંચાયત ચૂંટણી પહેલા મમતા બેનર્જીએ કરેલા દાવા અંગે સુજન ચક્રવર્તીએ કહ્યું, આ લોકોને ભ્રમિત કરવાના ષડયંત્ર સિવાય બીજું કંઈ નથી. ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યક્રમમાં મમતા બેનર્જીએ રાજ્યની બંને વિપક્ષી પાર્ટીઓ  ભાજપ અને સીપીઆઇ એમના નેતૃત્વ હેઠળના ડાબેરી મોરચા પર કટાક્ષ કરતા દાવો કર્યો હતો કે રામ-બામ (ભાજપ અને ડાબેરીઓ)એ ગુપ્ત રીતે સમાધાન કર્યું છે.

સુજન ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે મમતા બેનર્જી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ વતી આવા દાવા કરી રહી છે. તેમણે કહ્યું કે હિંદુત્વ બ્રિગેડ અને સામ્યવાદીઓ વૈચારિક રીતે એકબીજાના વિરોધી છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ ભાજપ, ડાબેરી મોરચો અને કોંગ્રેસ રાજ્યના જુદા જુદા ભાગોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદોને ભંડોળ પૂરું પાડવામાં કથિત અનિયમિતતા સામે વિરોધ કરી રહ્યા છે.

પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને શ્રદ્ધાંજલિ આપી. મમતા બેનર્જીએ કહ્યું, આદરણીય પીએમ, આજનો દિવસ તમારા માટે દુ:ખદ છે અને મોટી ક્ષતિ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું, ભગવાન તમને શક્તિ આપે. હું તમારો આભાર વ્યક્ત કરું છું કે તમે પશ્ર્ચિમ બંગાળ આવવાના હતા, પરંતુ તમારી માતાના અવસાનને કારણે તમે આવી શક્યા નહીં, પરંતુ વર્ચ્યુઅલ રીતે જોડાયા. હું કહીશ કે તમે થોડો આરામ કરો.

વર્ષ ૨૦૨૩ માં નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેને ૨૦૨૪નો સેમી ફાઇનલ પણ કહી શકાય. ચૂંટણીની દૃષ્ટિએ આ વર્ષ ઘણું મહત્ત્વનું છે. આ વર્ષે મધ્યપ્રદેશ, ત્રિપુરા, કર્ણાટક, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ૨૦૨૪માં લોક્સભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીને લઈ ભાજપ દ્વારા મેગા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભાજપ દરેક લોક્સભા સીટ અને દરેક વિધાનસભા સ્તરે કાર્યકરોની ફોજ ઉતારવા જઈ રહી છે. આ તમામ પાર્ટીના પૂર્ણ સમયના સભ્યો હશે.