વાહન ચાલકો સાવધાન, એક નાની ભૂલ અને રદ થઈ જશે ડ્રાઈવિંગ લાયસન્સ, જાણો – નવા નિયમ

 કેન્દ્ર સરકારે નવા મોટર વ્હીકલ રૂલ્સને 1 ઓક્ટોબરથી લાગુ કરી દીધા છે. આ હેઠળ લોકોએ આરસી, ઈન્સ્યોરન્સ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા મહત્વના ડોક્યુમેન્ટને સાથે લઈને રાખવાની ઝંઝટમાંખી મુક્તી આપી દીધી છે. તો, બીજી તરફ તમારી એક નાની ભૂલ પણ તમારા ડ્રાઈવિંગ લાયસન્સને રદ કરી શકે છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટ હવે મોર્ડન ટેક્નોલોજીનો ઉપયોગ કરી પ્રાઈવેટ અને કોમર્શિયલ વ્હીકલ્સના ડ્રાઈવરોના વ્યવહાર પર નજર રાખશે.

ડ્રાઈવરના આ પ્રકારના વ્યવહારને હવે માનવામાં આવશે ખરાબ વર્તન
નવા નિયમો અનુસાર, પોલીસ કર્મી સાથે ખરાબ વ્યવહાર, ગાડી નહીં રોકવી, ટ્રકના કેબિનમાં પેસેન્જર બેસાડવા જેવી બાબતને ખરાબ વર્ત માનવામાં આવશે. આવું સામે આવતા જ ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવામાં આવી શકે છે. સાથે દંડ પણ ફટકારવામાં આવી શકે છે. 

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નવા નિયમ અનુસાર, મોટર વાહન અધિનિયમ-1988ની કલમ-19, 21 હેઠળ બસ, ટેક્સીમાં વધારે સવારી બેસાડવી, સવારી સાથે દુર્વ્યવહાર કરવો, સ્ટોપ પર ન ઉતારવા, બસ ચલાવતા સમયે ધુમ્રપાન કરવું, દારી પી ગાડી ચલાવવી, કારણ વગર વાહન ધીમે ચલાવવું, બસમાં સિગરેટ રીવી હવે ડ્રાઈવરો માટે મોંઘુ પડી શકે છે.

નવા કાયદામાં અધિકારીઓએ દંડિત ડ્રાઈવરના વ્યવહારની પણ જાણકારી આપવી પડશે. આથી ડ્રાઈરની દરેક પ્રકારની જાણકારી ઓનલાઈન પોર્ટલ પર નાખી શકાય. ઉપદ્રવ, જનતા માટે ખતરો પેદા કરવો, વાહન ચોરી, યાત્રિઓ પર હુમલો, સામાનની ચોરી કરનાર ડ્રાઈવરોનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની જોગવાઈ પ્રથમ વખત કરવામાં આવી છે. સરકાર પોર્ટલ પર પણ તેનો રેકોર્ડ રાખશે. જેથી ભવિષ્યમાં ડ્રાઈવરના વ્યવહારની ઓનલાઈન દેખરેખ થઈ શકે. આ સિવાય 1 ઓક્ટોબર 2020થી ડીએલ અને વાહનોના દસ્તાવેજ પોર્ટલ પર રાખવાની સુવિધા શરૂ થઈ રહી છે. જેથી પોલીસ-પરિવહન અધિકારી તપાસના નામ પર ક્યાંય પણ વ્હીકલ રોકી ફિઝિકલ ડોક્યુમેન્ટ્સની માંગ નહીં કરી શકે.