રાજસ્થાનમાં રેકોર્ડબ્રેક દારૂનું વેચાણ થયું, નવા વર્ષ પર બે દિવસમાં ૧૧૧ કરોડો રૂપિયાનો દારૂ પીધો

જયપુર,

એક તરફ જયપુરમાં જ્યાં નવા વર્ષની શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી છે. તો બીજી તરફ એક આંકડાએ બધાને ચોંકાવી દીધા છે. માત્ર બે દિવસમાં જ જયપુરના લોકોએ ૧૧૧ કરોડ રૂપિયાનો દારૂ પીધો.નવા વર્ષની ઉજવણી માત્ર બે દિવસમાં જ સંપન્ન થઈ. વેચાણનો આંકડો ૩૦ અને ૩૧ ડિસેમ્બરનો છે. આંકડા મુજબ રાજધાનીમાં સૌથી વધુ દારૂનું વેચાણ થાય છે.

રાજધાનીમાં નવા વર્ષની ઉજવણી માટે ૧૫૦ કામચલાઉ લાઇસન્સ આપવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા બે વર્ષમાં આ વખતે સૌથી વધુ દારૂ વેચાયો છે. તેણે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. જ્યારે જયપુર શહેરની વસ્તી માત્ર ૪૨ લાખની આસપાસ છે અને દારૂનું વેચાણ એક અબજ રૂપિયાથી વધુ હતું.

જયપુરના એક્સાઇઝ અધિકારીઓના જણાવ્યા અનુસાર ૧૧૧ કરોડમાંથી ૧૯.૯૫ કરોડ રૂપિયાની બિયર અને ૮૭.૮૨ કરોડ રૂપિયાની ભારતીય બનાવટની વિદેશી દારૂ એટલે કે અંગ્રેજી શરાબનો પણ સમાવેશ થાય છે. નવા વર્ષના અંતે આ અત્યાર સુધીનું સૌથી વધુ રેકોર્ડ વેચાણ હતું. અગાઉ વર્ષ ૨૦૧૯માં ૩૦ અને ૩૧ ડિસેમ્બરે ૧૦૪ કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું. તે સમયે પણ ઇવેન્ટ પર કોઈ પ્રતિબંધ ન હતો. વેચાણમાં આયાતી દારૂની પણ ભારે માંગ હતી. આ રેકોર્ડે અત્યારે ચર્ચામાં છે. આ વખતે દારૂનું વેચાણ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે શહેરમાં કોરોનાને લઈને લોકોના મનમાં એક ડર હતો.

જાણકારીના અનુસાર, બે દિવસમાં સમગ્ર રાજ્યમાં ૩૫.૨૬ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ વેચાયો છે. સૌથી વધુ માંગ હોટેલ અને રિસોર્ટની માંગ રહી છે. વર્ષ ૨૦૨૧માં ૩૦-૩૧ ડિસેમ્બરે રાજસ્થાનમાં ૭૭ કરોડ ૮૨ લાખ રૂપિયાનો દારૂ વેચાયો હતો. જેમાં ૧૨ કરોડ ૬૦ લાખ રૂપિયાની બિયર અને ૬૫ કરોડ ૧૩ લાખ રૂપિયાની અંગ્રેજી શરાબનો સમાવેશ થાય છે. તે સમયે પણ, કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના આગમન પછી, સરકારે ઉજવણી પર નિયંત્રણો લાદી દીધા હતા. તેમ છતાં લોકોએ કોઈ ક્સર છોડી ન હતી.

આ વખતે જયપુરમાં નવા વર્ષ પર બહારથી એટલી ભીડ નહોતી.કારણ કે, થોડા દિવસો પહેલા જ સરકારે અહીં કોરોનાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. તેની અસર જયપુર આવતા પ્રવાસીઓ પર જોવા મળી હતી. છેલ્લા ઘણા વર્ષોમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે આટલા ઓછા લોકો આવ્યા છે. નવું વર્ષ રવિવાર હોવું એ પણ એક મોટું કારણ છે. જેના કારણે લોકો ઘરોમાં જ રહ્યા અને બહાર નીકળી શક્યા નહીં.