મુંબઈ,
દેશમાં ભલે શાહરુખ ખાનની આગામી ફિલ્મ ’પઠાન’ સામે બોયકોટના નારા લાગતા હોય પણ વિદેશમાં શાહરુખ ખાનની લોકપ્રિયતા પ્રચંડ છે. જર્મનીમાં ફિલ્મની રિલીઝ પહેલા જ એટલે કે એક મહિના અગાઉ ’પઠાન’નું એડવાન્સ બુકીંગ થઈ રહ્યા છે.
કિંગખાનની ફિલ્મ ’પઠાન’ના ગીત ’બે શર્મ રંગ’માં દીપિકાએ પહેરેલી ભગવી બિકીની સામે વિરોધ થઈ રહ્યો છે. સેન્સર બોર્ડે પણ તેમાં ફેરફારના સૂચન કર્યા છે તેમ છતાં દેશમાં શાહરુખની ફિલ્મ ’પઠાન’ જોવા લોકોનો ઉત્સાહ ઘટયો નથી.
જર્મનીમાં શાહરુખ પ્રત્યે દિવાનગી એટલી તો છે કે ૨૮ ડિસેમ્બરથી જ જર્મનીમાં ’પઠાન’નું એડવાન્સ બુકીંગ શરૂ થઈ ગયું હતું. તેમાં પહેલા દિવસના બધા જ શો ફૂલ થઈ ગયા છે.
જર્મનીમાં ’પઠાન’નો જબરદસ્ત ક્રેઝ છે. ત્યાંના થિયેટરની બુકીંગના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જર્મનીના મલ્ટી પ્લેક્સ ચેનની વેબસાઈટ પર ફિલ્મની ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે. જોતજોતામાં બલન, એસેન, ડેમટોર, હાર્વર, હનોવર, મ્યુનિક, ઔફન બેક્ધમાં ૨૫ જાન્યુઆરીના ’પઠાન’ના બધા શો ફૂલ છે. અહેવાલો મુજબ જર્મની બાદ ટુંક સમયમાં અન્ય દેશોમાં પણ ટિકિટનું વેચાણ શરૂ થઈ શકે છે.