સુલ્તાનપુરી હોરર કેસ: તમામ આરોપીઓને કોર્ટે ૩ દિવસ પોલીસ રિમાન્ડમાં મોકલ્યા

નવીદિલ્હી,

દિલ્હીમાં નવા વર્ષની રાત્રે એક ભયાનક ઘટના સામે આવી હતી. જેમાં એક કારમાં આવેલા ૫ છોકરાઓ એક છોકરીને પોતાની કારમાં ૧૦-૧૨ કિલોમીટર સુધી ઢસડી હતી. આ કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે પોલીસે તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે કોર્ટે તમામ ૫ આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસને શનિવાર રાત્રે લગભગ ૩ વાગ્યે કાંઝાવાલા વિસ્તારમાં પીસીઆર કોલ આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે એક છોકરી રસ્તાની બાજુમાં નગ્ન અવસ્થામાં પડી છે. આ માહિતી બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે ત્યાં એક યુવતી લોહીલુહાણ હાલતમાં પડી હતી.

આ મામલામાં પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો ખબર પડી કે ૨૩ વર્ષની એક છોકરી સ્કૂટી પર પોતાના ઘરે જઈ રહી હતી, ત્યારે કારમાં સવાર પાંચ છોકરાઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા જેની સાથે સ્કૂટીનો કાર સાથે અકસ્માત થયો હતો. આ પછી કાર યુવતીને સુલતાનપુરથી કાંઝાવાલા વિસ્તાર સુધી લગભગ ૪ કિલોમીટર સુધી ખેંચીને લઈ ગઈ હતી. આ દરમિયાન યુવતીના શરીર પરથી તમામ કપડા અલગ થઈ ગયા હતા. યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ પછી તેનું મોત થયું હતું. તપાસ બાદ પોલીસે કારમાં સવાર પાંચેય છોકરાઓને પકડી લીધા છે અને કાર કબજે કરી લેવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે કારમાં બેઠેલા છોકરાઓને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે છોકરાઓ દારૂના નશામાં હતા કે કેમ? હાલમાં પોલીસને આ ઘટના સંબંધિત સીસીટીવી મળ્યા નથી. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

સુલતાનપુરી વિસ્તારમાં, એસએચઓએ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન સ્કૂટીને અકસ્માતગ્રસ્ત હાલતમાં જોઈ અને ૩.૫૩ વાગ્યે પોલીસ સ્ટેશનને જાણ કરી. સ્કૂટીના નંબરની તપાસ કરવામાં આવી, ત્યારબાદ યુવતીના ઠેકાણાની ખબર પડી. પોલીસનું કહેવું છે કે અકસ્માત બાદ યુવતી કારના પૈડામાં ફસાઈ ગઈ હતી.