ઓફિસનું ચડી ગયેલું ભાડુ ન ભરતા ટ્વીટર સામે કોર્ટમાં કેસ દાખલ

નવીદિલ્હી,

ટ્વીટર હસ્તગત કર્યા બાદ વિશ્વના ધનવાન એલન મસ્કની મુશીબતો વધી ગઈ છે. અત્યારે પરિસ્થિતિ એ પેદા થઈ છે કે એક વખત વિશ્વના નંબર વન ધનવાન એલન મસ્કને બિલ્ડીંગનું ભાડુ ભરવાના ફાંફા થઈ પડયા છે. અહેવાલો મુજબ તાજો મામલે ટ્વીટરની ઓફિસને લઈને છે. અમેરિકાના સાન ફ્રાન્સીસ્કોમાં જે ઈમારતમાં ટ્વીટરની ઓફિસ છે. તેનું ભાડુ નથી ભરવામાં આવ્યું અને આ કારણે એલન મસ્કની માલિકીના ટ્વીટર સામે કેસ કરાયો છે.

આ કેસમાં ટ્વીટર કંપનીએ ૧.૩૬ લાખ ડોલરનું ભાડુ ન ભર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બિલ્ડીંગના માલિક કોલંબીયા રીટનું કહેવું છે કે તેણે ૧૬ ડિસેમ્બરે ટ્વીટરને જાણ કરી હતી કે હાર્ટબોર્ડ બિલ્ડીંગની ૩૦માં માળની બિલ્ડીંગ પાંચ દિવસમાં ડિફોલ્ટ જાહેર થઈ જશે કારણ કે તેણે હજુ સુધી ભાડુ નથી આપ્યું.

બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર કોલંબિયા રીટે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, ટવીટર ભાડુઆતના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. આથી ગુરુવારે અમેરિકી અદાલતમાં ટવીટર કંપની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.