જામનગર,
જામનગર શહેરમાં ચાર વર્ષની બાળકીને ૩૦ વર્ષના શખ્સે હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ચોંકાવનારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે. હાલ આ મામલે સિટી સી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સમગ્ર પંથકમાં હડકંપ મચાવતી ખોડિયાર કોલોની વિસ્તારની આ ઘટનાનાને લઈ પોલીસ દોડતી થઈ છે.આ બનાવની પ્રાથમિક વિગત અનુસાર જામનગરમાં ફુલ જેવી ૪ વર્ષની બાળકીને ચોકલેટની લઈ દેવાની લાલચ આપી સજન નામનો શખ્સ બાઈક પર બેસાડી અવાવરું જગ્યાએ લઇ ગયો હતો. જ્યા વાસનાની શિકાર બનાવી બાળકી પર કુકર્મ આચર્યું આચર્યું હતું. ત્યારબાદ દીકરીને સારવાર અર્થે ખસેડવામાં આવતા તબીબી તપાસમાં દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી અને સીસીટીસી તપાસી આરોપીને ગણતરીના કલાકોમાં જ આરોપી સજનને દબોચી લીધો છે. હાલ પોલીસે આરોપી નેપાળી શખ્સ સામે ફરિયાદ દાખલ કરવા સહિતની તજવીજ ઉપરાંત વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર પ્રકરણ બહાર આવતા શહેરભરમાં સન્નાટો છવાયો છે.