- હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર જેવા ઊંચા વિસ્તારોમાં સામાન્યથી ઉપર રહી શકે છે.’.
નવીદિલ્હી,
ઉત્તર-પશ્ર્ચિમ ભારતના મોટા ભાગના સ્થળોએ ભયંકર કોલ્ડવેવની સ્થિતિ છે. હવામાન વિભાગે આગલા ૩ દિવસ સુધી ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધૂમ્મસની સંભાવના વ્યક્ત કરી છે. આગલા બે દિવસ સુધી ઠંડીનુ જોર વધશે. તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના ભારતીય હવામાન વિભાગે કહ્યુ કે ઉત્તર-પશ્ર્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં હિમાલયમાંથી આવતા ઉત્તર-પશ્ર્ચિમી પવનોના કારણે આગલા બે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ર્ચિમ અને આસપાસના મય ભારતના લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. જેના કારણે રાજસ્થાનના ઉત્તર ભાગોમાં મંગળવાર સુધી કોલ્ડવેવથી લઈને ભીષણ શીતલહેરની સ્થિતિ રહેવાની સંભાવના છે.
મેદાની વિસ્તારોમાં ગાઢ ધૂમ્મસ છવાયેલુ રહેશે મેદાની વિસ્તારોમાં ગાઢ ધૂમ્મસ છવાયેલુ રહેશે હળવા પવનો અને સિંધુ-ગંગાના મેદાની વિસ્તારોમાં સપાટી પાસે વધુ ભેજના કારણે ધૂમ્મસ છવાયેલુ રહેશે. દિલ્લી અને તેની આસપાસના વિસ્તારોને ગયા સપ્તાહે કોલ્ડવેવની સ્થિતિમાંથી થોડી રાહત મળી હતી. હવામાન વિભાગે ઉત્તર ભારતમાં ઓછી ઠંડીની સ્થિતિ માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા વધુ ઉષ્ણકટિબધીય હવામાન પ્રણાલિઓના અભાવને જવાબદાર ગણાવ્યુ છે. જેના લીધે મેદાની વિસ્તારોમાં વરસાદ અને ઉંચાઈ પર હિમવર્ષા થાય છે. આ રાજ્યોમાં તાપમાન ઘટશે આ રાજ્યોમાં તાપમાન ઘટશે હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યુ, ’જો ઓછા વરસાદના સંકેત મળે તો તેનો અર્થ એ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિમાં ઘટાડો થવાની સંભાવના છે. જ્યારે પશ્ર્ચિમી વિક્ષેપ ઓછો હોય, ત્યારે ઉત્તરપશ્ર્ચિમ ભારતના ભાગોમાં ઉત્તરપશ્ર્ચિમ પવનો ફૂંકાઈ શકે છે. મયપ્રદેશ, દક્ષિણ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન નીચુ રહી શકે છે. હરિયાણા અને પંજાબમાં તાપમાન સામાન્ય રહેશે અને તે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર જેવા ઊંચા વિસ્તારોમાં સામાન્યથી ઉપર રહી શકે છે.’