જો રાહુલ ગાંધીનો આ અવતાર યથાવત રહેશે તો, રાજકીય પરિવર્તન જોવા મળશે : સંજય રાઉત

મુંબઇ,

આગામી ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીને લઈને વિપક્ષકાર વડાપ્રધાન પદના ઉમેદવારને લઈને ચર્ચા કરી રહ્યાં છે. આ દરમિયાન , શિવસેનાના મુખપત્ર ‘સામના’માં સંજય રાઉતે વાયનાડએ કોંગ્રેસ પક્ષના સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના વખાણ કર્યા છે. ખરેખર, વર્ષ ૨૦૨૨મા સંજય રાઉતે કહ્યું હતું કે દેશ અને મહારાષ્ટ્રમા માત્ર કેન્દ્ર સરકારની છેતરપિંડી જોઈ છે. આ સમયદરમિયાન રાહુલ ગાંધીએ તેમની સત્ય અને હિંમતની યાત્રા શરૂ કરી હતી જેમા તેમને ઘણી શહેરોને આવરી લીધા હતા જે યાત્રા હવે નવી દિલ્હી પહોંચી છે.

જો ખરખર જોઈએ તો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે દેશની રાજધાની દિલ્હીની આવી કડકડતી ઠંડીમાં રાહુલ ગાંધીએ માત્ર ટી-શર્ટ પહેરીને આ યાત્રા કરી છે. જ્યાં મીડિયા દ્વારા રાહુલ ગાંધીને વારંવાર ટી-શર્ટ અંગેના સવાલો કરવામા આવ્યા હતાં. તેમણે મિડીયાને જવાબ આપતા કહ્યું કે તમે ગરીબ અને મજૂર વર્ગને કેમ ક્યારેય આવા સવાલ નથી કરતા. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે “૨૦૨૨ માં આ રાહુલ ગાંધીનો નવો અવતાર જોવા મળ્યો.

સંજય રાઉતે આ સમય દરમિયાન કહ્યું કે જો રાહુલ ગાંધી નવા વર્ષ ૨૦૨૩માં પણ આવો જ અવતાર રાખશે તો લોકોને આગામી લોક્સભા ચૂંટણીમાં ચોક્કસ પણે રાજકીય પરિવર્તન જોવા મળી શકે છે. તે જ સમયે, ભારત જોડો યાત્રાના અંત થયા પછી, રાહુલ ગાંધીના આગામી પગલાને લઈને રાજકીય અટકળોમા વધુ તેજી આવી ગઈ છે.

કારણ કે, પૂર્વ સાંસદ અને મુખ્યમંત્રી કમલનાથે ભૂતકાળમાં કહ્યું હતું કે જો રાહુલ ગાંધી ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધી સત્તા માટે રાજનીતિ નથી કરતા. જે કોઈ પણ વડાપ્રધાન પદે બેસાડશે તે લોકોના પસંદનો સભ્ય હશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે મીડિયા દ્વારા કરવામા આવેલ તમામ સવાલોના જવાબ આપ્યા હતાં. અને કહ્યું હતું કે તેમને પ્રાદેશિક વિપક્ષની પાર્ટીઓને પસંદ કરે છે. સાથે જ તમામ પાર્ટીઓનો આદર કરે છે. કોંગ્રેસની ભૂમિકા આ ??પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય માળખું પ્રદાન કરવાની છે. જ્યાં તે દરેકને સમાન રીતે સન્માન આપવામાં આવે છે.