દીકરી સાથે ક્રૂરતા પર લોકોએ ઘેર્યુ સુલ્તાનપુરી પોલીસ સ્ટેશન,આપ ધારાસભ્યની ગાડી તોડી

નવીદિલ્હી,

કંઝાવાલા કાંડમાં દિલ્હીના લોકોનો ગમ અને ગુસ્સો વધતો જઇ રહ્યો છે. પોલીસ પર બેદરકારી રાખવાનો આરોપ લગાવી રહેલા લોકોએ સોમવારે સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. આ દરમિયાન ત્યાં પહોંચેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાખી બિરલાને પણ વિરોધનો સામનો કરવો પડ્યો. લોકોએ આરોપ લગાવ્યો કે, તેઓ ૨ દિવસ બાદ રાજનીતિ કરવા આવ્યા છે. તો રાખી બિરલાએ કહ્યું કે, લોકોએ પોલીસની ગાડી સમજીને ઘેરી હતી અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. વિરોધ છતા પીડિત પરિવાર સાથે ધરણા પર બેઠા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાખી બિરલાએ કહ્યું કે, લોકોનો ગુસ્સો યોગ્ય છે. પોલીસ પ્રશાસનનું નરમ વલણ છે.

લોકોનો ગુસ્સો મારા પર કે મારી ગાડી પર ઉતારવાથી કોઈ ફરક પડતો નથી. આપણી દીકરીને ન્યાય મળવો જોઈએ. એ હેવાનોને ફાંસીની સજા મળવી જોઈએ. લોકોને લાગ્યું કે તે પોલીસની ગાડી છે. નવા વર્ષની રાત્રે સ્કૂટી પર સવાર યુવતીને ટક્કર માર્યા બાદ કાર સવાર ૫ આરોપી તેને ૧૨ કિલોમીટર સુધી ધસડી લઈ ગયા. પરિવાર હત્યા અગાઉ રેપ અને નિર્ભયા જેવી ક્રૂરતાનો આરોપ લગાવી રહ્યો છે. તો પોલીસે દુર્ઘટના અને ગેર ઇરાદે હત્યાનો કેસ દાખલ કર્યો છે.

પોલીસ પર આરોપીઓને બચાવવાનો આરોપ લગાવતા સોમવારે સવારે મોટી સંખ્યામાં લોકો સુલ્તાનપુરી પોલીસ સ્ટેશન પર ભેગા થઈ ગયા. લોકો આરોપીઓને ભીડના હવાલે કરવાની માગ કરતા દિલ્હી પોલીસ વિરુદ્ધ નારેબાજી કરવા લાગ્યા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાખી બિરલા પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા. લોકોએ તેમની ગાડીને પણ ઘેરી લીધી. મહિલાઓએ ગાડી પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને ખૂબ તોડ ફોડ કરી. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો કે, ધારાસભ્ય બે દિવસ બાદ ત્યાં રાજનીતિ કરવા પહોંચ્યા છે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો કે, આરોપીઓમાં ભાજપના નેતા પણ સામેલ છે. એટલે પોલીસ તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે.

કંઝાવાલા ઘટના પર આમ આદમી પાર્ટીના સંયોજન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, એવા લોકોને ફાંસી મળવી જોઇએ. આ ઘટના ખૂબ જ શરમજનક છે. સમજમાં આવતું નથી કે આપણો સમાજ કઈ તરફ જઇ રહ્યો છે. કેટલાક છોકરાઓએ એ છોકરીને પોતાની ગાડીથી કિલોમીટરો સુધી ધસડી. તેનું દર્દનાક મોત થઈ ગયું. અત્યારે પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે જે પણ તેનો રિપોર્ટ આવશે. હું આશા રાખું છું કે, આરોપીઓ જેટલા પણ પહોંચવાળા હોય તેમને સખતમાં સખત મળવી જોઈએ. પત્રકારની ધરપકડની વાત ખોટી છે. અવાજ ઉઠાવનારાઓની ધરપકડ નહીં કરી શકીએ. કોઈ પણ હોય હું તેમાં જવા માગતો નથી. સખત સજા મળવી જોઈએ.