સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નકલી ટિકિટનો પર્દાફાશ, ટિકિટ સાથે ચેડા કરનારાઓ સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

કેવડિયા,

નર્મદા જિલ્લાના કેવડિયામાં આવેલુ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્ર્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ બની ચૂકયું છે. સામાન્ય દિવસોમાં પણ અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળે છે. ત્યારે ક્રિસમસના મીની વેકેશનના સમયગાળા દરમિયાન પણ અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો. જો કે તાજેતરમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરી નકલી ટિકિટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટ સાથે ચેડા કરનારા વ્યક્તિ સામે કેવડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. ૮ મુસાફરે ટિકિટ સાથે ચેડા કર્યા હોવાનું સામે આવ્યુ છે.

ઘટનાની વાત કરીએ તો, ૩૦ ડિસેમ્બર પુણેના ૮ પ્રવાસીઓ એક્તા નર્સરી સ્થિત ટ્રાયબલ કાફેટેરીયામાં ભોજન કરી રહ્યા હતા. તે સમયે જનસંપર્ક અધિકારી ત્યાં કામ માટે પહોંચ્યા હતા. તેમણે શંકાસ્પદ ટિકિટ જણાઈ આવી હતી. ટિકિટ જોતા તેમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડલ્ટ ૮ તથા ચાઇલ્ડ ૮ ટિકિટ અને એક્તા નર્સરી ટ્રાયબલ કાફેટેરીયાની ૮ ટિકિટ બૂકિંગ થયેલી જણાઇ હતી. વાસ્તવમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઇટથી વધુમાં વધુ ૬ જ ટિકિટ જ બૂક થઇ શકે તેમ હોય છે. બાદમાં ટિકિટ સર્વરમાં તપાસ કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટ પર માત્ર ૬ ટિકિટ જ બૂક કરાવી હોવાનું સામે આવ્યુ હતુ. જેથી આ પ્રવાસીઓ પાસે રહેલી ૧૬ ટિકિટમાં ચેડા કરાયા હોવાનું સામે આવ્યું હતું. ૮ પ્રવાસીઓએ ૧૦ હજારથી વધુ રકમની છેતરપિંડી કરીને નકલી ટિકિટ બનાવી હતી. જો કે કૌભાંડના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના તંત્રએ પ્રવાસીઓને ટિકિટ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનથી બૂક કરાવવા અપીલ કરી હતી.

ઘટનાની વાત કરીએ તો, ૩૦ ડિસેમ્બર પુણેના ૮ પ્રવાસીઓ એક્તા નર્સરી સ્થિત ટ્રાયબલ કાફેટેરીયામાં ભોજન કરી રહ્યા હતા. તે સમયે જનસંપર્ક અધિકારી ત્યાં કામ માટે પહોંચ્યા હતા. તેમણે શંકાસ્પદ ટિકિટ જણાઈ આવી હતી. બાદમાં ટિકિટ સર્વરમાં તપાસ કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટ પર માત્ર ૬ ટિકિટ જ બૂક કરાવી હોવાનું સામે આવ્યુ હતુ. જેથી આ પ્રવાસીઓ પાસે રહેલી ૧૬ ટિકિટમાં ચેડા કરાયા હોવાનું સામે આવ્યું હતું. ૮ પ્રવાસીઓએ ૧૦ હજારથી વધુ રકમની છેતરપિંડી કરીને નકલી ટિકિટ બનાવી હતી. જો કે કૌભાંડના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના તંત્રએ પ્રવાસીઓને ટિકિટ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનથી બૂક કરાવવા અપીલ કરી હતી.