બાલાસિનોર,
વિશ્વવિખ્યાત ડાયનાસોર ફોસીલ પાર્ક એ વિશ્વના ત્રીજા નંબરનું અને દેશનું પ્રથમ નંબરનું ડાયનાસોર ફોસિલ પાર્ક આવેલું છે.
બાલાસિનોર થી આશરે 12 કિલોમીટરના અંતરે આવેલું ડાયનાસોર ફોસિલ પાર્ક રૈયોલી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને શનિ-રવિની રજાઓ હોવાને કારણે અને નવું વર્ષ હોવાને કારણે આજે ડાયનાસોર પાર્ક ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
ડાયનાસોર ફોસીલ પાર્ક ફ્રિજ ટુ નું ઉદઘાટન કર્યા પછી પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે જ્યારે આ બાબતે પ્રવાસીઓને પૂછતો પ્રવાસીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સુવિધાઓ સારી કરવામાં આવી છે પરંતુ અહીંયા સારી હોટલ તેમજ આરામ ગૃહ જેવી સુવિધાઓ અભાવ જોવા મળી રહ્યો છે આ બાબતે તંત્રએ અને સરકારે જરૂરી સુવિધાઓ ઊભી કરવી જોઈએ જેથી કરીને પ્રવાસીઓને સુગમતા રહે અને પ્રવાસીઓનો વધારો થાય તેમ છે.