ગોધરા પાલિકા દ્વારા 40 રોજમદાર સફાઈ કર્મચારીને છુટા કરતા પાલિકા કચેરી બહાર હડતાળ ઉપર ઉતર્યા

  • રોજમદાર છુટા કરાયેલ કામદારોને કાયમી સફાઈ કર્મીઓને સમર્થન કરી હડતાળમાં જોડાયા.

ગોધરા,

ગોધરા નગરપાલિકાના 4 ઝોનના 40 જેટલા સફાઈ કામદારોને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર છુટા કરવામાં આવતા સફાઈ કામદારો હડતાળ ઉપર ઉતર્યા હતા. છુટા કરાયેલ કર્મચારીઓની હડતાળમાં કાયમી સફાઈ કામદારો પણ જોડાયા હતા.

ગોધરા નગરપાલિકાના 4 ઝોન વિસ્તારમાં સફાઈ કામગીરીમાં રોજમદાર સફાઈ કર્મચારીઓ પણ કામ કરતા હોય છે તેવા 4 ઝોનના 40 જેટલા રોજમદાર સફાઈ કામદારોને પાલિકા દ્વારા કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર નોકરીમાંથી છુટા કરી દેવામાં આવ્યા હતા. 40 જેટલા રોજમદાર સફાઈ કામદારોને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર અચાનક છુટા કરી દેવામાં આવતા રોજમદાર સફાઈ કામદારો પાલિકા કચેરી સામે હડતાળ ઉપર ઉતર્યા હતા. એકનો છેલ્લા 4 મહિનાથી પગાર આવ્યો ન હોય અને પગાર બાકી હોવા છતાં પાલિકા દ્વારા સફાઈ કામદારોને છુટા કરવાના વિરોધમાં હડતાળ કરી હતી. આ રોજમદાર સફાઈ કામદારોની હડતાળને કાયમી સફાઈ કામદારોએ પણ સમર્થન કરીને હડતાળમાં જોડાયા હતા. નગરપાલિકા 40 રોજમદાર સફાઈ કામદારોને છુટા કરવા પાછળનુ કારણ મહેકમ કરતા વધુ સફાઈ કામદાર હોવાથી છુટા કરવામાં આવ્યા છે તેમ જણાવે છે. ત્યારે પ્રશ્ર્ન થાય કે અત્યાર સુધી પાલિકા તંત્ર મહેકમ કરતા વધુ સફાઈ કામદારોને કેમ રાખ્યા હશે તે પણ વિચાર માંગી રહ્યુ છે.